Site icon Revoi.in

આ છે એવી જગ્યા જ્યાય વહે છે ગોલ્ડ રિવર, જાણો આ નદી વિશેની સચ્ચાઈ શું છે

Social Share

સોનું ભારતમાં સૌથી વધુ વેચાતી ધાતુઓમાંની એક છે.જેનો ભાવ સતત આસમાને ચઢતો જોવા મળે છે અહીં તેની ખૂબ માંગ છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એવી પણ નદી વહે છે, જેમાંથી સોનું નીકળે છે.

જો કે તમને આ વાત જાણીને નવાઈ લાગશે પણ આ વાત સાચી છે. વર્ષોથી સોનાની આ નદીની રેતીમાંથી સોનું કાઢવામાં આવે છે. આ નદીની આસપાસ રહેતા લોકો તેમાંથી સોનું કાઢીને પોતાનું ગુજરાન ચલાવે છે. સોનું હોવાના કારણે આ નદીને સોનાની નદી પણ કહેવામાં આવે છે.

ક્યા રાજ્યમાં આવેલી છે આ નદી

આ નદી ઝારખંડમાં છે અને તેનું નામ સ્વર્ણરેખા છે. નદીમાં પાણીની સાથે સોનાના પ્રવાહને કારણે તે સ્વર્ણરેખા નદી તરીકે ઓળખાય છે. સ્વર્ણરેખા નદીનું ઉદ્ગમ સ્થાન રાંચીથી લગભગ 16 કિમી દૂર છે. તેની કુલ લંબાઈ 474 કિમી છે. આ નદી ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક વિસ્તારોમાં પણ વહે છે. સ્વર્ણ રેખા અને તેની ઉપનદી કરકરીમાં સોનાના કણો જોવા મળે છે. લોકોનું માનવું છે કે કરકરી નદીમાંથી વહેતા જ સોનાના કણો સ્વર્ણ રેખા નદીમાં પહોંચે છે. આ બે નદીઓમાં સોનાના કણો ક્યાંથી આવે છે તે આજ સુધી એક રહસ્ય બનીને રહી ગયું છે.

ક્યાથી નદીમાં આવે છે સોનાના કણો

સેંકડો વર્ષો પછી પણ વૈજ્ઞાનિકો એ જાણી શક્યા નથી કે આ નદીમાં સોનું કેમ વહે છે. ભૂસ્તરશાસ્ત્રીઓ દલીલ કરે છે કે આ નદી તમામ ખડકોમાંથી પસાર થાય છે. આ દરમિયાન ઘર્ષણને કારણે તેમાં સોનાના કણો ઓગળી જાય છે અહીં નદીની રેતીમાંથી સોનું એકત્ર કરવા માટે લોકોને દિવસભર મહેનત કરવી પડે છે. નદીમાં જોવા મળતા સોનાના કણો ચોખાના દાણા કરતા પણ નાના હોય છે.