- ગરમ ખાણી પીણીમાં લીબું ન નાખવું જોઈએ
- ગરમ વસ્તુમાં લીબું સંપર્કમાં આવતા આરોગ્યને હાનિ પહોંચાડે છે
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે લીબું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ગણવામાં આવે છે જો કે એક વાત એ પણ સાચી છે કે કોઈ પણ ગરમા દરમ ખાવામાં લીબું નાખઈને ખાવામાં આવે તો આ ફાયદા કારક લીબુંના ગુણઘર્મો નુકશાન કારક સાબિત થાય છે.
આમ તો લીંબુ વિટામિન C, વિટામિન B6, વિટામિન A, વિટામિન Eથી ભરપુર હોય છે. લીંબુ ફોલેટ, નિયાસિન, થાઇમીન, રિબોફ્લેવિનનો પણ સારો સ્ત્રોત છે. તમે તમારા હિસાબે કોઈપણ વાનગીમાં લીંબુ નાખી શકો છો, પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે લીંબુને ગરમ વસ્તુઓ પર ન નાખવું જોઈએ.
શા માટે ગરમ ખાવામાં લીંબુ ન નાખવું જોઈએ
ઘણી વખત આપણે વાનગી રાંધતી વખતે તેમાં થોડો સ્વાદ લાવવા માટે લીંબુનો રસ ઉમેરીએ છીએ. લીંબુ ઉમેરવાથી તેનો સ્વાદ તો વધે છે, પરંતુ તમે આ વાત જાણીને ચોંકી જશો કે ગરમ ખોરાકમાં વિટામિન સી ઉમેરવાથી વિટામિન સીના પોષણનો ભાગ ઓછો થઈ જાય છે. આ એટલા માટે છે કારણ કે વિટામિન સી ગરમી માટે અત્યંત સંવેદનશીલ છે,. વિટામિન સીમાંના પોષક તત્ત્વો ગરમીના સંપર્કમાં આવવાથી ઓગળી જાય છે તેનું કારણ વિટામિન સીમાં એસ્કોર્બિક એસિડની હાજરી છે. જ્યારે તે ઊંચા તાપમાનના સંપર્કમાં આવે ત્યારે તે ઝડપથી ક્ષીણ થાય છે અને તેની અસર ઓછી થઈ જાય છે
લીંબુ ત્વચા અને વાળ માટે ફાયદાકારક હોવા ઉપરાંત, લીંબુ સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે ગળાના ચેપ, એસિડિટી, પ્યુરિયા, તાવ, સ્થૂળતા વગેરેમાં ખૂબ અસરકારક છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો તમારા આહારમાં લીંબુનો સમાવેશ ચોક્કસ કરો.પરંતુ બને ત્યા સુધી લીંબુને ઠંડા ખોરાકમાં નાખવું .હા તમે હુંફાળા પાણીમાં લીબું નાખી શકો છો