Site icon Revoi.in

દેશભક્તિની મિશાલ છે આ આર્મીમેનનું ગામ – જ્યા દરેક ઘરમાથી યુવાનો સેનામાં જોડાઈ છે

Social Share

દરેક યુવાઓ માટે સેનામાં સેવા આપવી તે દેશભક્તિની બાબત છે, આ સેનામાં જોડાયેલા લોકોને દેશભરમાં ખૂબ જ માન સમ્માન આપવામાં આવે છે તેઓ જ્યાં પણ જાય છે તેમની રિસ્પેક્ટ થાય છે ત્યારે આજે વાત કરીશું ગુજરાતના એક એવા ગામની કે અહીંના પરિવારમાંથી એકને એક પુત્ર તો સેનામાં હોય  જ છે.

ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં ગામ ‘મોટા’માં દરેક માતા પિતાની ઈચ્છા કંઈક જુદી જ હોય છે, અહી ગામના માતા-પિતા પોતાના પુત્રને આર્મીની સેવામાં જોવાની ઈચ્છા ઘરાવતા હોય છે. આ ગામના દરેક ઘરમાંથી એક કે એકથી વઘુ પુત્રો આર્મી કે બીએસએફમાં ફરજ બજાવતો જોવા મળતો હોય છે જે આ ગામની ખાસીયત કહી શકાય અને એટલે જ ગુજરાતના આ ‘મોટા’ નામક ગામને ‘આર્મીમેન’ કે ‘શુરવીરો’નું ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ ગામની વસ્તીની જો વાત કરીએ તો તે માત્ર 5 હજારની છે.ગામમાં લોકોમાં દેશભક્તિની લાગણી વધારે જોવા મળે છે અને ગામના લોકોમાં દેશલાગણીની સેવા માટે સુગંઘ પ્રસરી હોય તેવું જોવા મળી આવે છે.

મહત્વનું છે કે આ ગામમાંથી અત્યાર સુઘી યુવાનો અને નિવૃત્ત થયેલા દેશ જવાનોની સંખ્યા 800થી પણ ઉપરનો આંકડો વટાવે છે. આ ગામના ઈતિહાસની જો વાત કરવામાં આવે તો જ્યારે નવાબોનું રાજપાટ હતું ત્યારે પણ ગામના 50થી વઘુ યુવાનો નવાબની સેનામાં કાર્યરત થતા, ત્યાર બાદ વર્ષ 1976માં ‘મોટા’ ગામના હરિસિંહ પરમાર અને ભૂપત સિંહ રાજપૂત નામના બે યુવાઓ ઈન્ડિયન આર્મીમાં જોડાયા અને તેઓ કારગીલ યુદ્ધમાં ટાઈગર હિલ પર વિજય મેળવવાના સાક્ષી બન્યા.