Site icon Revoi.in

આ છે વિશ્વનો સૌથી લાંબો સમય ચાલતો પ્રયોગ,ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે નામ

Social Share

વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા વિવિધ પ્રયોગોના કારણે આજે વિશ્વએ ઘણી પ્રગતિ કરી છે. વૈજ્ઞાનિકોનું સંશોધન કોઈને કોઈ બાબત વિશે સતત ચાલુ રહે છે. જો કે, સામાન્ય રીતે જો કોઈ પ્રયોગ કરવામાં આવે છે, તો તેને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરીને કોઈ નિષ્કર્ષ પર પહોંચવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ ભાગ્યે જ તમને ખબર હશે કે,ઓસ્ટ્રેલિયામાં લગભગ 94 વર્ષથી એક વૈજ્ઞાનિક પ્રયોગ ચાલી રહ્યો છે.કોઈ પ્રયોગ આટલા લાંબા સમય સુધી ચાલ્યો નથી અને આ જ કારણ છે કે,આ પ્રયોગને વિશ્વનો સૌથી લાંબો સમય ચાલતો પ્રયોગ કહેવામાં આવે છે.

આ પ્રયોગ ‘પીચ ડ્રોપ’ તરીકે ઓળખાય છે.સૌથી લાંબો ચાલવાને કારણે તેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે.ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીના પ્રોફેસર થોમસ પર્નેલે વર્ષ 1927માં આ પ્રયોગ શરૂ કર્યો હતો.1948માં તેમનું અવસાન થયું હોવા છતાં તેમના પ્રયોગથી તેમના મૃત્યુમાં કોઈ ફરક પડ્યો ન હતો.તેમનો પ્રયોગ આજે પણ ચાલી રહ્યો છે.

હવે તમે વિચારતા હશો કે,આ પ્રયોગ શું છે, તો ચાલો જાણીએ આ પ્રયોગ વિશે.પીચ નામનું ચીકણું પ્રવાહી, જે બિટ્યુમેન જેવું લાગે છે, તેને ફ્લાસ્કમાં રાખવામાં આવ્યું છે અને તેના ટીપાંને નીચે પડવા માટે છોડી દેવામાં આવ્યા છે. આ પ્રયોગ હેઠળ એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે કેટલા વર્ષો પછી પીચનું એક ટીપું નીચે પડે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પ્રયોગ ચાલી રહ્યો છે ત્યારથી પીચના માત્ર 9 ટીપાં જ નીચે પડ્યા છે.પીચનું પહેલું ટીપું વર્ષ 1938માં ફ્લાસ્કમાંથી પડ્યું હતું, જ્યારે બીજું ટીપું 8 વર્ષ પછી એટલે કે 1947માં પડ્યું હતું.તો, વર્ષ 2014 માં નવમું ટીપું પડ્યું હતું.

એવું માનવામાં આવે છે કે,આ પ્રયોગ બીજા 100 વર્ષ સુધી ચાલી શકે છે. વાસ્તવમાં, ફ્લાસ્કમાં હજુ પણ એટલી બધી પીચ બાકી છે કે તેને ફ્લાસ્કમાંથી નીચે પડતા ઓછામાં ઓછા 100 વર્ષ લાગશે. જો તે સમય સુધી ફ્લાસ્ક સુરક્ષિત રહેશે, તો આ પ્રયોગ લગભગ 200 વર્ષ સુધી ચાલનારો વિશ્વનો પ્રથમ પ્રયોગ હશે.