Site icon Revoi.in

આ છે દુનિયાનું અજબ-ગજબ શાકમાર્કેટ’ – જેની વચ્ચેથી રોજેરોજ પસાર થાઈ છે ટ્રેન

Social Share

દેશ અને દુનિયામાં ઘણું બઘું અવનવું જોવા મળે છે, જેમ કે કાશ્મીરની એક જગ્યાએ દરરોજ પાણીને વચ્ચે વચ શાક માર્કેટ મળે છે,તો કેટલીક જગ્યાએ પહાડો પરથી પાણીના ઝરણા વેહતા જોવા મળે છે તો આજે એક એવી જગ્યાની વાત કરીશું કે જેમાં સબજી માર્કેટની વચેથી ટ્રેન પસાર થતી જોવા મળે છે.

, ટ્રેનની મુસાફરી દરમિયાન આપણે જે અનુભવ અનુભવીએ છીએ તે ખૂબ જ યાદગાર છે. દરેક વ્યક્તિ કે જેણે કોઈને કોઈ સમયે ટ્રેનમાં મુસાફરી કરી હોય, તેને ચોક્કસ કોઈને કોઈ અનુભવ હોય છે. ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, આપણને નદીઓ, પર્વતો, ગામડાઓ, શહેરો અને ઘણી બધી કુદરતી વસ્તુઓ જોવાની તક મળે છે.પણ શું તમે ક્યારેય આવા ટ્રેન રૂટ વિશે સાંભળ્યું છે જે બજારની વચ્ચેથી પસાર થાય છે. ચાલો જાણીએ આવા જ એક ટ્રેન રૂટ વિશે.

આ જગ્યા આવેલી છે થાઈલેન્ડના બેંગકોક શહેરમાં, અહીં ટ્રેન રૂટ માર્કેટમાંથી પસાર થાય છે જ્યાં ટ્રેન બજારની વચ્ચેથી પસાર થાય છે. આ બજાર ફોલ્ડિંગ અમ્બ્રેલા માર્કેટ તરીકે ઓળખાય છે. આ નામ સાંભળવામાં ખૂબ જ વિચિત્ર લાગે છે. ખરેખર, સાંકડા રસ્તા પરથી પસાર થતી ટ્રેનના ટ્રેકની બાજુમાં શાકભાજીની નાની નાની દુકાનો આવેલી છે. ટ્રેન અહીંથી પસાર થતાની સાથે જ દુકાનદારો તેમની દુકાનના પડદા ફોલ્ડ કરીને હટાવી લે છે, જેથી ટ્રેન સરળતાથી નીકળી જાય. ટ્રેન પસાર થયા પછી, આ બજાર ફરીથી ગોઠવી દે છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે માઈકલોંગ સ્ટેશન બેંગકોકથી લગભગ 80 કિમી દૂર છે. જો આપણે આ અંતર ટ્રેન વિના કવર કરીએ તો આપણને દોઢ કલાક લાગે છે, તેથી ટ્રેનમાં મુસાફરી કરવામાં ઓછો સમય લાગે છે. આ માર્કેટ ઉપરાંત, એમફાવા ફ્લોટિંગ માર્કેટ પણ આ વિસ્તારમાં આવેલું છે, જે શુક્રવારથી રવિવાર સુધી સવારે 2 થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.

આ માર્કેટ દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ બજારને જોવા માટે ગ્રાહકો કરતાં વધુ પ્રવાસીઓ આવે છે. ગ્રાહકો તેમની જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટે અહીં આવે છે, પછી પ્રવાસીઓ અહીં ફોટોગ્રાફી કરવા અને વીડિયો બનાવવા માટે આવે છે. આ ફોલ્ડિંગ માર્કેટ સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધી રાખવામાં આવે છે.