Site icon Revoi.in

ટેસ્લાની ભારતમાં એન્ટ્રી પર એલન મસ્કે કહી આ વાત

Social Share

દિલ્હી:ઈલેક્ટ્રિક કાર બનાવનાર અમેરિકી કંપની ટેસ્લાના સ્થાપક અને સીઈઓ એલન મસ્કે કહ્યું કે, ટેસ્લાને ભારતમાં તેની કાર વેચવાની મંજૂરી મળ્યા બાદ જ તેને સ્થાનિક સ્તરે બનાવવી કે કેમ તે અંગે નિર્ણય લેવામાં આવશે. ભારતમાં ટેસ્લા મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવાની શક્યતા વિશે ટ્વિટર પર પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મસ્કએ કહ્યું હતું કે ટેસ્લા એવી કોઈ પણ જગ્યાએ તેની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપશે નહીં જ્યાં તેને અગાઉ તેની કાર વેચવાની અને સર્વિસ કરવાની મંજૂરી આપવામાં આવી ન હોય

મસ્કનું આ નિવેદન આ લિહાજથી મહત્વનું છે કારણ કે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ટેસ્લાને ભારતમાં બનેલી કારના વેચાણની મંજૂરી આપવા જણાવ્યું હતું. ગડકરીએ એપ્રિલમાં કહ્યું હતું કે,જો ટેસ્લા ભારતમાં તેની ઇલેક્ટ્રિક કાર બનાવવા માટે તૈયાર છે, તો તે તેને અહીં વેચી શકે છે.હકીકતમાં, ભારત વિદેશમાં બનેલી કારની આયાત પર ભારે ડ્યુટી લાદે છે, જેના કારણે તેમની કિંમતમાં નોંધપાત્ર વધારો થાય છે. ટેસ્લાએ આ આયાત ડ્યુટીમાં કાપ મૂકવાની માંગ કરી હતી.

મસ્કે ગયા વર્ષે ઓગસ્ટમાં કહ્યું હતું કે ટેસ્લા ભારતમાં તેના વાહનો વેચવા માંગે છે, પરંતુ તે ઊંચી આયાત જકાતને પાત્ર છે. મસ્કે કહ્યું હતું કે,જો ટેસ્લા ભારતીય બજારમાં સફળ થાય છે, તો તે ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાનું વિચારી શકે છે.હાલમાં, ભારત વિદેશમાં 40,000 ડોલરથી વધુની કિંમતની કારની આયાત પર 100% ડ્યુટી લાવે છે.