દિલ્હીઃ ચોમાસામાં રસ્તા ભીના થયા હોવાથી અવાર-નવાર ટુ-વ્હીલ સ્લીપ ખાઈ જવાના બનાવો છે. જેથી ચોમાસાના દિવસે કાળજી પુર્વક વાહન હુંકારવું જોઈએ. જેથી અકસ્માત ટાળી શકાય છે.
- સ્પીડ
ચોમાસાના દિવસોમાં રસ્તા ભીના હોવાથી અકસ્માત થવાની શકયતાઓ વધી જાય છે. જેથી ચોમાસામાં સ્પીડમાં ટુ-વ્હીલર હંકારવું જોખમી બની શકે છે. જેથી વાહન ધીમે હંકારવું જોઈએ, જેથી વાહન ઉપર નિયંત્રણ સરળતાથી મેળવી શકાય છે.
- હેલમેટ
ટુ-વ્હીરમાં હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. પરંતુ અનેક લોકો હેલમેટ પહેરવાનું ટાળે છે. હેલમેટથી અકસ્માતના બનાવમાં મોટી ઈજાથી બચી શકાય છે. ચોમાસામાં પણ ટુ-વ્હીલર ચલાવતા હેલમેટ ખાસ પહેરવું જેથી વરસાદના પાણીના ટીંપા આપની આંખમાં જશે નહીં. તેમજ સામેથી આવતા અન્ય વાહનોને આપ સરળતાથી જોઈ શકશો.
- બ્રેક
ચોમાસામાં વાહનની બ્રેક વ્યવસ્થિત કરાવવી જોઈએ, તેમજ વારંવાર ચાલુ વાહને બ્રેક મારવાનું ટાળવું જોઈએ. મોટાભાગે પાછળની બ્રેકનો જ ઉપયોગ કરવો હિતાવહ છે. જો કે, આકસ્મિક સયમમાં બંને બ્રેક મારીને મોટુ દૂર્ઘટનાથી બચી શકાય છે. એટલું જ નહીં વળાંકમાં બ્રેક મારવાનું ટાળવું જોઈએ.
- હેડલાઈટ
હવે નવા ટુ-વ્હીરમાં હેડલાઈટ ચાલુ જ રહે છે. જો કે, વાહન હંકારતી વખથે હેડલાઈટ ચાલુ રાખવી જોઈએ, ચોમાસામાં વિઝીબીલીટી ઓછી હોય છે જેથી ટુ-વ્હીલરની લાઈટ ચાલુ હોય તો સામેથી આવતા અન્ય વાહનના ચાલકોને સરળતાથી આપ દેખાઈ શકો, જેથી અકસ્માતનું જોખમ પણ ઘટી જાય છે.
- અન્ય વાહનો સાથે યોગ્ય અંદર
ચોમાસામાં માર્ગ ઉપર વાહન હંકારતી વખતે અન્ય વાહનોથી યોગ્ય અંતર રાખવું યોગ્ય છે. કોઈ પણ 4-વ્હીલરમાં અચાનક બ્રેક્સ લગાવવાની ક્ષમતા 2-વ્હીલર કરતા વધુ હોય છે. જો સામેની કારમાં અચાનક બ્રેક લગાવવામાં આવે તો તમને ઈજા થઈ શકે છે.