Site icon Revoi.in

હાઈબ્લડ પ્રેશરમાં આ જ્યૂસ તમારા માટે છે ફાયદાકારક

Social Share

આજકાલ બ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારીઓ એકદમ સામાન્ય થઈ ગઈ છે, દરેક લોકોને કોઈને કોઈ બીમારી તો હોય છે જ આવામાં જો વાત કરવામાં આ બીમારી કાળજી રાખવા વિશેની તો જે વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશર હોય તેણે આ પ્રકારનો જ્યૂસનું સેવન કરવું જોઈએ જેથી કરીને તે વ્યક્તિને આ સમસ્યાથી રાહત મળી રહે.

સૌથી પહેલા તો ટામેટા એ દરેક રસોડામાં જોવા મળતું શાક છે. તેમાં વિટામિન સી,એ જેવા ઘણા પૌષ્ટિક તત્વો હોય છે, સાથે જ તેમાં ફોસ્ફરસ, કોપર, પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ હોય છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાની ક્ષમતા ધરાવે છે. સાથે સાથે પાલક શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, તે પોટેશિયમનો સારો સ્ત્રોત છે જે શરીર માટે ફાયદાકારક છે. પોટેશિયમના કારણે રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા છે તો પાલકનો રસ તમને ફાયદો કરશે.

બ્લડ પ્રેશર (blood pressure)એક એવી બીમારી છે જે બ્રેઈન હેમરેજનું (Brain hemorrhage)કારણ બની શકે છે. હાઈ બ્લડ પ્રેશરને હાઈપરટેન્શન પણ કહેવામાં આવે છે, જ્યારે હ્રદય લોહીને પમ્પ કરવામાં વધુ ભાર આપે છે, તો હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ થાય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને કેટલાક ફાયદાકારક રસ વિશે જણાવીશું જેના દ્વારા તમે તમારા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકો છો. કારેલામાં એન્ટી-ઓક્સીડેન્ટ મળી આવે છે જે શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે. આમાં વિટામિન-એ અને સી મળી આવે છે, જે બ્લડ સુગર અને બ્લડ પ્રેશરને સંતુલિત રાખે છે.