- કોરોના માટે બંગાળના વ્યક્તિએ પોતાના શરીરનું દાન કર્યું
- બોડી પર થશે કોરોના સંબંધિત રિસર્ચ
- દેશનો આ પ્રથન કિસ્સો છે કે જેણે કોરોના સંશોધન માટે શરીર દાન આપ્યું
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે, કોરોનાને લઈને દવાઓથી લઈને વાયરસ પર એનેક સંશોધન હાથ ધરવામાં આવ્યા છે ત્યારે દેશમાં કોરોના વાયરસ પર સંશોધન સતત ચાલી રહ્યું છે ત્યારે હવે બંગાળના એક વ્યક્તિએ માનવતા માટે પોતાનું શરીર દાન કર્યું હતું. હવે તેના શરીર પર કોરોના રિસર્ચ કરવામાં આવશે. દેશમાં આ મામલો પ્રથમ વખત સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કોરોના પર રિસર્ચ માટે પોતાના શરીરનું દાન કરનાર વ્યક્તિનું નામ નિર્મલ દાસ હતું. તેઓ 89 વર્ષના હતા અને ન્યુ ટાઉન વિસ્તારના રહેવાસી હતા. નિર્મલ દાસ કેન્સરના દર્દી હતા જે મૃત્યુ પહેલા કોરોના પોઝિટિવ આવ્યા હતા. શુક્રવારે, તેણે તબીબી સંશોધન માટે પોતાનું શરીર દાન કર્યું.
પ્રાપ્ત માહિતી મુજબ વિતેલા દિવસને આજરોજ શનિવારે આરજી દ્વારા નિર્મલબાબુના મૃતદેહને મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગને દાન કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળમાં 3 હજાર 805 નવા કેસ નોંધાયા છે.
ત્યારે હવે નિર્મલ દાદ બાબુએ કરેલા પોતોના શરીરનું દાનના કિસ્સો દેશભરમાં છવાયો છે કારણ કે આ પ્રથમ વખતે હશે કે જ્યારે કોઈ વ્યરક્તિએ કોરોનાના સંશોધન માટે પોતાના શરીરનું દાન કર્યું હોય.હને કોરોના સંબંધિત રિસર્ચ આ બોડી પર હાથ ઘરાશે.