વધારે ઓયલી ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય સબંધિ મુશ્કેલીઓ થાય છે. તળેલું ચટપટુ ખોરાક સ્વાદમાં સારી છે પણ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવા ખોરાક લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલની સંખ્યામાં વધારો કરી શકે છે. શરીરમાં બે પ્રકારના કોલેસ્ટેરોલ- સારા કોલેસ્ટેરોલ અને બેડ કોલેસ્ટેરોલ સારી કોલેસ્ટેરોલ ઘણા રોગો બચાવે છે. બેડ કોલેસ્ટ્રોલને કારણે ઘણા જોખમી રોગો હોઈ શકે છે. આ કિસ્સામાં તમે નિયમિત પીણાંનો સમાવેશ કરી શકો છો.
• ગ્રીન ટી
ગ્રીન ટી પોલીફેનોલ્સ અને કેટેચિનથી ભરપુર હોય છે. જે તેની એન્ટી ઈમ્ફ્લામેટરી ગુણ માટે જાણીતી છે. ગ્રીન ટી પીવા વાળા વ્યક્તિમાં કુલ અને એલડીએલ અટલે ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું હોય છે.
• બીટ અને ગાજરનો રસ
બીટમાં નાઈટ્રેટની માત્રા વધારે હોય છે. જે કોલેસ્ટ્રોલને ઓછુ કરવાની ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. બીટા-કોરોટીન જેવા કેરોટીનોઈડથી ભરપુર ગાજરને કોલેસ્ટ્રેલ અવશોષણને સંશેધિત કરવામાં અને કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરવામાં મદદ મળી શકે છે.
• ટામેટાનો જ્યૂસ
જે લોકોને ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યા છે, તેમના માટે ટામેટાનો જૂસ ફાયદાકારક છે. ટામેટામાં લાઈકોપીન નામનો ગુણ હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે.
• ઓરેન્જ જ્યૂસ
ઓરેન્જ જૂસ વિટામિન સી થી ભરપુર હોય છે. આ કોલેસ્ટ્રોલ લેવલને બેલેન્સ કરવામાં મદદ કરે છે. તેના સિવાય સંતરાનો જૂસ લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં મદદ કરે છે.