Site icon Revoi.in

આ નવરાત્રીમાં ટ્રેન્ડિંગમાં છે કોટન સાથે સિલ્કનું કોમ્બિનેશન, સિલ્ક બ્લાઉઝ પર કોટન દુપટ્ટા આપે છે શાનદાર લૂક

Social Share

આ નવરાત્રીમાં દરેક સ્ત્રીઓ અવનવા ચણીયા ચોળીમાં જોવા મળી રહી છે ખાસ કરીને જો વાત કરીએ ચણીયા બ્લાઉઝ અને દુપટ્ટાના કોમ્બિનેશનની તો આજકાલ સિલ્કના બ્લાઉઝ સાથે કોટનના દુપટ્ટાનો ક્રેઝ વઘ્યો છે.

મોટાભાગની યુવતીઓ સિલ્કના રંગીન પ્લેન બ્લાઉઝની સાથે કચ્છી વર્કના દુપટ્ટાઓ આકર્ષક લૂક આપે છે જો કલર કોમ્બિનેશનની વાત કરીએ તો નીચે મુજબ તમે કોમ્બિનેશન કરી શકો છો.

પ્લેન બ્લેક સિલ્કના બ્લાઉથ વિશે પિંક કોટનનો દુપટ્ટો

જો તમે બ્લેક રંગનો બ્લાઉઝ કેરી કરો છો તો સાથે જ આભાલ કે કોડી વર્ક વાળો પિંક કલરનો મોટો દુપટ્ટો અટેચ કરી શકો છો જે તમારા લૂકને વઘુ શાનદાર બનાવે છે.

બ્લેક સિલ્કનો બ્લાઉથ વિથ યલો વર્લ વાળો હેવી દુપટ્ટો

આ સાથે જ બ્લેક સિલ્કના બ્લાઉઝ સાથે તમે હેવી પીળા રંગનો દુપટ્ટો કેરી કરીલો આ સાથે જ યલો દુપટ્ટામાં લટકણીયાઓ સાથે દુિપટ્ટો વઘુ શાનદગાર લાગે છે.

વ્હાઈટ લિસ્કના બ્લાઉઝ સાથે રેડ અથવા ગ્રીન કોટનનો વર્ક વાળો દુપટ્ટો

જો બ્સેટ કોમ્બિનેશનની વાત કરીએ તો વ્હાઈટ બ્લાઉથ જે સિલ્કનો હોય છે તેના સાથે ગ્રીન ભારે દુપટ્ટો સાથે જ રેડ કલરનો હેલી દુપટ્ટો કેરી કરવાથી  તમારો લૂક હેવી લાગે છે.

ઓરેન્જ બ્લાઉઝ સાથે બ્લુ દુપટ્ટો

જો તમે સિલ્કનો ઓરેન્જ બ્લાઉઝ પહેરો છો તો સાથે ડાર્ક બ્લૂ રંગનો કચ્છી વર્ક વાળો દુપટ્ટો જેમાં કોડી આભલા પણ લગાવેલા હોય તો તે વઘુ શાનદાર લાગે છે.