ટ્રુ કોલરે એક નવી સુવિધા શરુ કરી છે આ સુવિધા એવી છે કે, જેના થકી તમે જાણી શકશો કે, તમને શા માટે કોલ કરવામાં આવ્યો છે. કંપની હવે ટ્રુ કોલર આઈડીમાં એક નવો વિકલ્પ એડ કરી રહી છે.
ટ્રૂકોલરમાં આપવામાં આવેલા આ નવા ફિચરનું નામ ‘કોલ રિઝન’ છે. આ ઓપ્શનમાં યૂઝર કોલ કરવા માટેનું કારણ સેટ કરી શકે છે. આમ કરવાથી સામે કોલ આવે ત્યારે રિસીવ કરનાર કોલ કરવાનું કારણ શું છે તે જાણી શકશે .
આ નવા ફીચરના ફાયદાઓ
- જો તમે ટ્રુ કોલરનો ઉપયોગ કરો છો તો,પર્સલ, બિઝનેસ અથવા ઇમરજન્સી કોલમાં તફાવત માટે આ સુવિધા ફાયદાકારક સાબિત થઈ શકે છે.
- ટ્રુકોલરની આ નવી સુવિધા, બધા એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ માટે રજૂ કરવામાં આવી છે.
- જો તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરો છો, તો તમે તેને ગૂગલ પ્લે સ્ટોર દ્વારા અપડેટ કરીને નવી સુવિધા મેળવી શકો છો.
- આ સુવિધાનો ઉપયોગ કરવા તમારે કોઈને કોલ કરતા વખતે ટ્રુકોલર પર જવાથી ‘મેસેજ’ કે ‘નોટ એડ’નો વિકલ્પ મળશે.
કોલ કરતા પહેલાં તમે જે અહી નોંધ લખશો તે કોલ રીસિવ કરનારાની સ્ક્રીન પર કોલર ID માં દેખાશે, જ્યાં નામ અને અન્ય વિગતો જોવા મળે છે.જ્યારે તમે કોલ કરો છો અને સામેવાળી વ્યક્તિ કોલ ઉપડતી નથી એને તમારો કોલ મિસ કોલ બની જાઈ છે ત્યાર બાદ જ્યારે તે વ્યક્તિ મિસ્કોલ જોશે ત્યારે તેને કોલ કરવાનું કારણ લખેલું જોવા મળશે,આ સુવિધાનો લાભ લેવા માટે બંને કોલ કરનારા અને કોલ ઉપાડનારનાં ફોનમાં ટ્રુકોલર એપ હોવી જરૂરી છે.
કોલ કરતા વખતે કોલ રીસિવ કરનાર માટે તમે શું નોટ લખવા માંગો છો તે માટે કેટલાક કસ્ટમાઇઝ મેસેજ આપવામાં આવ્યા છે જેમાં થી તમે પસંદ કરી શકો છો,જો કે આ સિવાય તમે જાતે પણ મેસેજ કે નોટ લખી જ શકો છો.હાલ આ ફીચર માત્ર એન્ડ્રોઇડ માટે છે આવનારા વર્ષ માં આઇઓએસ માટે પણ આ ફીચર રજૂ કરવામાં આવશે.
સાહિન-