ખાનપાન જેટલું હેલ્ધી અને પૌષ્ટિક હશે, સેહત પણ એટલી જ સારી રેહશે જો કે તમે શું ખાઈ રહ્યા છો તે વાત પર નિર્ભર કરે છે. તમારે એ વસ્તુનું દયાન રાખવું જોઈએ કે તમે જે ખાનપાન કરી રહ્યા છો તેમા પોષકતત્વનું પ્રમાણ કેટલું છે તેની કેટલી જરૂર તમારા શરીરને છે. હેલ્થ એક્સપર્ટના મંતવ્ય મુજબ આખા વિશ્વમાં વિટામિન સપ્લીમેન્ટ્સની માંગ ભરપૂર માત્રામાં વધી રહી છે. આનો સાફ અર્થ છે કે માણસએ તેના ભોજનશૈલીને સુધારવાની જરૂર છે. એક રિસર્ચના અનુસાર શાકાહારી ભોજનવાળા માણસોમાં ઓમેગા-૩ પોષકતત્વની ઉણપ હોય છે જેનાથી ઘણી બધી બીમારીનું ઘર થઈ શકે છે.
• ઓમેગા-૩ ફેટી એસિડના ફાયદા
કેટલાક રિસર્ચમાં જોવામાં આવ્યું છે કે હાર્ટ સંબંધિત, સ્ટ્રોક અને બ્લડ પ્રેશરના જોખમને ઘટાડવા માટે ઓમેગા -૩ ફેટી એસિડની ભૂમિકા મહત્વપૂર્ણ છે. આની ઉણપથી કમજોરી અને ઊંઘની સમસ્યા વધી શકે છે એટલે દરેક વ્યક્તિએ તેના ખાનપાનમાં ઓમેગા-૩ની માત્રા જાળવવી જોઈએ. હેલ્થ એક્સપર્ટના મંતવ્ય પ્રમાણે શરીરને અલ્ફા લીનોફેલિક એસિડ વાળા ઓમેગા -૩ ની જરૂરિયાત હોય છે. આ મગજના વિકાસ માટે મહત્વપૂર્ણ હોય છે. નોન વેજમાં આસાનીથી મળી જાય છે પરંતુ શાકાહારીમાં તેની ઉણપ હોય છે.
• ઓમેગા-૩ કયા ફૂડમાં મળે છે?
મચ્છી, સીડ્સ અને નટ્સમાં ઓમેગા ૩ હોય છે. શરીર માટે ઓમેગા-૩ આ ફૂડમાંથી સરળતાથી મળી જાય છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાના પ્રમાણે, પ્લાન્ટ બેસ્ડ ફૂડમાં પણ ઓમેગા ૩ જોવા મળે છે. પુરુષોમાં દરરોજ ૧૬૦૦ મીલી ગ્રામ ઓમેગા-૩ની જરૂરિયાત હોય છે જ્યારે સ્ત્રીઓમાં ૧૧૦૦ મીલી ગ્રામની જરૂરિયાત હોય છે.
• ચિયા બીજમાં ઓમેગા -૩
ચિયા બીજમાં ઓમેગા-૩ જોવા મળે છે જે સેહત માટે જબરજસ્ત ફાયદાકારક છે. ઘણા અભ્યાસના તારણ મુજબ ચિયા બીજ પાચનની પ્રક્રિયામાં ખૂબ ફાયદાકારક હોય છે. ફાયબર અને પ્રોટીનની પણ માત્રા આ ચિયા બીજમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. એક્સપર્ટની માનીએ તો ચિયા બીજ રોજ ખાવા જોઈએ.
• અખરોટમાં ઓમેગા-૩
અખરોટ પણ સેહત માટે જબરજસ્ત ફાયદો કરે છે. અખરોટમાં એ એલ એ ઓમેગા -૩ જોવા મળે છે. અખરોટમાં પ્રતિ કપ ૩.૩૪૬ ગ્રામ અલ્ફા લીનોલેનિક એસિડ જોવા મળે છે. જે મગજના દુખાવામાં રાહત પહોંચાડે છે તથા હાર્ટ પણ મજબૂત બનાવે છે. એક્સપર્ટના અનુસાર અખરોટ રોજિંદા જીવનમાં ખાવાનો આગ્રહ રાખવો જોઈએ.
#Omega3Benefits#HealthyEating#NutritionTips#Omega3FattyAcids#HeartHealth#BrainHealth#HealthyFats#PlantBasedNutrition#ChiaSeeds#Walnuts#DietarySupplements#VeganNutrition#HealthExperts#BalancedDiet#NutrientRichFoods#WellnessTips#HealthyLifestyle#FoodForHealth#NutritionalBenefits#WholeFoods