Site icon Revoi.in

બ્લેઝર સહિત આ પરિધાન આપશે સ્ટાઇલિશ લુક અને પ્રોફેશનલ દેખાવ ,શિયાળામાં ઠંડી માં પણ મળશે રક્ષણ

Social Share

 

દરેક લોકોને ખાસ યૂનિક દેખાવવું પસંદ હોય છે,દરેક લોકો ઈચ્છે છે કે તેઓ અવનવા કપડામાં બીજાઑને આકર્ષિત કરે અને સ્ટાલિશ દેખાઈ શકે ,જો કે હાલ તો શિયાળાની સિઝન ચાલી રહી છે આવી સ્થિતિમાં કપડાની પસંદગી કરવી થોડી મુશ્કેલ બને છે,કારણ કે ઓપન નેક કપડા કે બેક લેસ કપડા ઠંડીમાં થ્રીજવી દે છે,આવી સ્થિતિમાં જો તમે સ્ટાઈલિશ દેખાવવા ઈચ્છતા હોય તો તમારે ફૂલ કપડા સાથે વિન્ડર વેરની પસંદગી કરવામાં ખાસ ધ્યાન રાખવાની જરુર છે.આ સાથે જ જો તમારે પ્રોફેશનલ લુક જોઈએ છે તો આ ટિપ્સ ત્યાં,આર કામની છે ,

આ શિયાળામાં તમે વૂલન કુર્તી પહેરી શકો છો. ટૂંકી કુર્તીઓ સાથે જીન્સ કેરી કરીને પોતાને સ્ટાઈલિશ લૂક આપી શકો છો. આ તમને કમ્ફર્ટ અને શાનદાર લૂક પ્રદાન કરે છે.

જો તમે ટોપ પહેરતા હોવ તો તમે  તેના પર વૂલન જેકેટ પહેરી શકો છો. ડેનિમથી લઈને બીજી ઘણી વેરાયટીના ઊનના જેકેટ્સ બજારમાં જોવા મળશે.જે પહેરીને તમે તમારા લૂકને સ્ટાઈલિશ બનાવી શકો છો.

જીન્સ સિવાય, તમે તમારા કુર્તા સાથે શોર્ટ જેકેટ પણ કેરી કરી શકો છો. મેચિંગ બ્લેઝર અને પેન્ટને ટીમએપ કરીને પહેરી શકાય છે.

સ્ટાઇલિશ કોટ અથવા બ્લેઝર સાથે મેચિંગ વૂલ પેન્ટ અથવા ડેનિમ્સ ખૂબ સુંદર અને આકર્ષક લાગે છે, તમે તમારા ડ્રેસ સાથે શોર્ટ અથવા ઓવરકોટ પણ જોડી શકો છો. ઓવર કોટ સાડીનો લુક પણ સુંદર લાગશે. તેને જીન્સ સાથે પણ જોડી શકાય છે.