Site icon Revoi.in

આ વ્યક્તિને કસ્ટમર કેરની મદદ ન મળતા ઈન્ડિગોની વેબસાઈટ  હેક કરીને કો-પેસેન્જરનો નંબર જાતે જ શોધી કાઢ્યો

Social Share

 ઘણા લોકો મગજ ફરેલા હોય છે એવું આપણે સાંભળતા અને જોતા આવ્યા છીએ ત્યારે તાજેતરમાં જ આવી ઘટના સામે આવી છે, જાણકારી પ્રમાણે એરપોર્ટ પર પોતાનો  સામાન ગાયબ થવાની વાતથી ગુસ્સે થઈને બેંગ્લોરના એક વ્યક્તિએ એરલાઈન કંપની ઈન્ડિગોની વેબસાઈટ હેક કરી લીધી. 

 મળતી માહિતી મુજબ, નંદન કુમાર નામના આ વ્યક્તિએ પટનાથી બેંગ્લોર માટે ઈન્ડિગોની ફ્લાઈટ લીધી હતી. ફ્લાઇટમાં, તેના સામાનની અન્ય મુસાફરના સામાન સાથે અદલાબદલી થઈ ગઈ હતી, કારણ કે બન્નેનો સામાન દેખાવે એક સરખા જેવો જ હતો. નંદન કુમારના કહેવા પ્રમાણે, તેણે ઈન્ડિગોની કસ્ટમર કેર સર્વિસનો સંપર્ક કર્યો, પરંતુ ઈન્ડિયો કસ્ટમર કેર સર્વિસે પ્રાઈવેસીનો હવાલો આપીને  જેના સાથએ સામાન બદલાય ગયો હતો તે  વ્યક્તિનો સંપર્ક ન કરાનવ્યો.

 નંદન કુમારે કહેવી વાત મુજબ, કસ્ટમર કેર સર્વિસનો ઘણી વખત સંપર્ક કર્યા પછી, આખરે તેમને ઈન્ડિગો કસ્ટમર કેર સેન્ટર તરફથી ખાતરી મળી કે જેની સાથે તેમનો સામાન એક્સચેન્જ કરવામાં આવ્યો છે તે વ્યક્તિ તમને જાણ કરશે, પરંતુ ઈન્ડિગોએ કંઈ કર્યું નહીં. આ પછી નંદન કુમારે મામલો પોતાના હાથમાં લીધો.

 નંદન કુમારે કોમ્પ્યુટરનો હેકર મોડ ચાલુ કર્યો અને અંતે વેબસાઈટ પરથી પેસેન્જરનો નંબર કાઢી લીધો જેની સાથે તેનો સામાન એક્સચેન્જ થયો હતો. આ સમગ્ર ઘટના નંદન કુમારે પોતે ટ્વિટર પર શેર કરી છે.

 ઈન્ડિગોએ પણ ટ્વિટર પર નંદન કુમારને જવાબ આપ્યો છે, જેમાં ઈન્ડિગોએ નંદન કુમારને થયેલી અસુવિધા માટે માફી માંગી છે. ઈન્ડિયોએ એમ પણ કહ્યું છે કે તેમની વેબસાઈટમાં સુરક્ષાની કોઈ કમી નથી. ઈન્ડિગોના ટ્વીટ પર નંદન કુમારે તેમની મજાક ઉડાવી અને કહ્યું કે શું તમે સંપૂર્ણ વાર્તા જાણવા માંગો છો? નંદને આગળ લખ્યું કે આ બધાના અંતે હું તમને કહીશ કે તમારી સિસ્ટમમાં ક્યાં ટેકનિકલ ખામી છે. આ સમગ્ર ઘટનાને લઈને લોકો સોશિયલ મીડિયા પર ખૂબ એન્જોય કરી રહ્યા છે.