આ વ્યક્તિને કોઈપણ પ્રકારના પ્રસંગમાં બોલાવવામાં આવતો નથી, જાણો કેમ
આપણા ત્યા લોકો પ્રસંગમાં કેટલાક વ્યક્તિને બોલાવતા નથી, તેનું કારણ હોય છે કે નારાજગી અથવા મનભેદ, પણ ક્યારેય કોઈ વ્યક્તિને અન્ય કારણોસર બોલાવવામાં ના આવે તો તેની પાછળનું શું કારણ હોય,
વાત એવી છે કે કટિહારનો રફીક અદનાન તેના મોટાપા અને ખાવાની આદતોની લઇને તેના વિસ્તારમાં ખૂબ જ પ્રખ્યાત છે. તેની ઉંમર 30 વર્ષથી વધુ છે. વ્યક્તિનું વજન 2 ક્વિન્ટલ એટલે કે 200 કિલોથી પણ વધુ છે. તે પોતાની બુલેટ પર સવાર થઇ ને જતો હોય છે, ત્યારે તેનું બુલેટ લુના જેવડું જ લાગે છે. ચાલવું તેમના માટે એક સમસ્યા છે.
રફીકના કહેવા પ્રમાણે, તે ભાગ્યે જ રોટલી ખાય છે. તેમના ભોજનમાં ફક્ત 4 થી 5 કિલો લોટની રોટલી જ ખાય છે. દિવસમાં ત્રણથી ચાર કિલો દૂધ ઉપરાંત 2 કિલો ચિકન-મટન, દોઢ કિલો માછલી પણ ખાઇ જાય છે.
સ્થાનિક ડૉક્ટરનું કહેવું છે કે, બુલિમિયા નર્વોસા નામની બીમારી છે, જેમાં વ્યક્તિ વારંવાર અને વધુ પડતું ખાય છે. આમાં વ્યક્તિને ઘણું ખાવાની ઈચ્છા થાય છે. જેના કારણે તેનું વજન વધે છે. અથવા એવું પણ બની શકે છે કે હોર્મોનલ રોગ છે, તેની સંપૂર્ણ તપાસ કર્યા પછી જ ખબર પડશે કે વજન વધવાનું કારણ શું છે.