- વિટામિનની કમીના કારણે થાય છે આ બીમારી
- તમારે પણ ધ્યાન દોરવું છે જરૂરી
- જાણો આ મહત્વની જાણકારી
શિયાળામાં મોટા ભાગના લોકોને સ્કીનને લઈને સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. કેટલાક લોકોને ઠંડીના કારણે ત્વચા રૂખી-સુખી થઈ જતી હોય છે. પણ આ ઉપરાંત પણ લોકોને શિયાળામાં એવી એવી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે જેને જોઈને કેટલાક લોકોને તો વિશ્વાસ જ ના આવે. વાત એવી છે કે શિયાળામાં કેટલાક લોકોને માથામાં પરસેવો પણ આવતો હોય છે અને તેના કારણે તે લોકોને અજીબ અનુભવ થતા હોય છે.
આ થવા પાછળનું કારણ છે કે વિટામિનની ઉણપ. મોટાભાગના લોકોમાં વિટામિન ડીની ઉણપ તડકામાં રહેવાથી પૂરી થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ બહાર જાય છે ત્યારે સૂર્યના યુવી કિરણોના સંપર્કમાં વિટામિન ડી બનાવવામાં મદદ મળે છે.
શરૂઆતમાં વિટામિન ડી આપવાનો અર્થ એ નથી કે સૂર્યપ્રકાશમાં વધુ સમય પસાર કરવો જોઈએ. આ કિસ્સામાં પણ સન સ્ક્રીન લગાવવાની જરૂર છે. શિયાળા દરમિયાન, સૂર્યપ્રકાશમાં યુવી કિરણોની અસર ઓછી થાય છે, તેથી વિટામિન ડીની ઉણપ સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં જ જોવા મળે છે.