Site icon Revoi.in

સામાન્ય દેખાતો આ ગરમ મસાલો તમારા શરીરની ચરબીને ઘટાડવામાં કરે છે મદદ,જાણો તજના પાવડરના ફાયદા વિશે

Social Share

પ્રાચીન કાળથી કિચનમાં વપરાતા મરી મસાલા સ્વાસ્થ્ય માટે દવાઓ સમાન ઉપગોય થી રહ્યા છએ,દરેક મસાલામાં પોતાના ગુણઘર્મો હોય છે જે શરીરને અનેક બીમારીમાંથઈ રાહત આપવાનું કામ કરે છએ આજે વાત કરીશું તજ વિશે તજના પાવડરનું સેવન પેટની તથા શરીરની ચરબી ઓગાળવામાં મદદરુપ થાય છે.

તજના પાવડરનું જો મધ સાથે સેવન કરવામાં આવે તો ખાસીમાં રાહત થાય છે તેજ રીતે આ પાવડરને એક ગ્લાસ ગરમ પાણીમાં નાખઈને ઉકાળઈને તે પાણીનું સેવન કરવામાં આવે તો ચરબી ઓગાળવામાં મદદ મળે છે.

તજના પાવડરને કે તેના ઉકાળાને વજન ઘટાડવા માટે તજને ડાયટમાં સામેલ કરી શકાય છે. તજનો સ્વાદ હળવો મીઠો અને કડવો હોય છે તજ એક એવો મસાલો છે જે ચાથી લઈને વાનગીઓમાં નાખવામાં આવે છે આ માટે તમારે એક કપ પાણી, એક ચમચી મધ, એક ચમચી લીંબુનો રસ અને તજનો એક નાનો ટુકડો લેવો પડશે.

સૌથી પહેલા એક વાસણમાં પાણી લો અને તેમાં તજ નાખીને ઉકાળો. તેને એક કપમાં ગાળી લો અને તેમાં લીંબુનો રસ અને મધ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. તમારી તજની ચા તૈયાર છે. કોફી સાથે તજ પણ મિક્સ કરી શકાય છે વજન ઘટાડવાની આ ચા તમે મિનિટોમાં બનાવી અને પી શકો છો. 

જો આ ટાનું દરરોજ સવારે ખાલી પેટ સેવેન કરવામાં આવે તો ઘણા ફાયદાઓ થાય છે. તજના પાવડરને બ્લેક કોફીમાં ભેળવીને પણ પી શકાય છે. તેનાથી કોફીનો સ્વાદ વધુ સારો બને છે. તજ સ્વાસ્થ્ય માટે સારી છે.

 વજન ઘટાડવા માટે તજનું પાણી પીવું. તજનું પાણી બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં તજની સ્ટીક અથવા અડધી ચમચી તજ નાખીને રાત્રિભોજનના અડધા કલાક પછી પીવો. ધ્યાનમાં રાખો કે તજનું પાણી પીધા પછી તમારે બીજું કંઈપણ ન ખાવું જોઈએ.