- કર્ણાટકમાંફરવા માટે ચિકમલગૂર છે બ્સ્ટ શહેર
- અહીની સુંદરતા છે મન મોહક
- કપલ માટે છંડીની ઋતુમાં ફરવા લાયક બેસ્ટ પ્લેસ છે
હાલ થોડીથોડી ઠંડી ચાલી રહી છે, ત્યારે ચારે બાજુ હરિયાળીથી ઘેરાયેલા પર્વતો શાંતિ અને આરામદાયક ક્ષણો વિતાવવા માટે શ્રેષ્ઠ છે. કર્ણાટકનું એક આકર્ષક હિલ સ્ટેશન કે જેનું નામ છે ચિકમગલૂર , જે ઘોંઘાટથી દૂર એકાંતમાં સમય પસાર કરવા માટે એક ઉત્તમ સ્થળ ગણાય છે.જે ખાસ કપલ માટે બેસ્ટ ઓપ્શન છે, જો તમે રજાો ગાળવા માંગો છો શાંતિમાં તો તમે આ જગ્યાની પસંદગી કરી શકો છો.
અહીનું અદભૂત હવામાન અને સુંદર નજારો અહીંના પહાડો પર જોવા મળે છે. ઘણી પ્રવૃત્તિઓને કારણે, આ સ્થળ પ્રવાસીઓમાં ખૂબ પ્રખ્યાત છે. શિયાળામાં આ જગ્યાની પોતાની અલગ જ મજા છે. ચાલો જાણીએ ચિકમગલુરમાં જોવાલાયક સ્થળો વિશે.
નેશનલ પાર્ક
ચિકમગલૂરથી 96 કિમીના અંતરે જોવા માટેના સૌથી સુંદર સ્થળોમાંનું એક છે કુદ્રેમુખ નેશનલ પાર્ક . અહીં તમને એક અલગ જ અનુભવ મળશે. આ પાર્ક દરિયાની સપાટીથી 1800 મીટરની ઉંચાઈ પર છે. ઉનાળાના સમયમાં પણ અહીં સુખદ વાતાવરણ અનુભવાય છે. જોકે શિયાળા દરમિયાન પ્રવાસીઓની મોટી ભીડ રહે છે.
હેબ્બે વોટર ફોલ્સ
1687 મીટરની ઉંચાઈથી પડતો આ ધોધ ખૂબ જ સુંદર પર્યટન સ્થળ છે. અહીં કેમ્માનગુંડી હિલ સ્ટેશન પહોંચી શકાય છે. તે 8 કિલોમીટરના અંતરે છે જે આકર્ષક હરિયાળીથી ઘેરાયેલું છે. ગાઢ જંગલો, સુંદર ટેકરીઓ આ જગ્યાને વધુ સુંદર બનાવે છે. તેની આસપાસ કોફીના બગીચા ફેલાયેલા છે. આ ધોધ બે ભાગમાં વહેંચાયેલો છે. જે બિગ ફોલ્સ અને સ્મોલ ફોલ્સ તરીકે ઓળખાય છે.
મુલ્લાનગિરી
કર્ણાટકનું સૌથી ઊંચુ શિખર ચિકમગલુર છે જેને નમુલ્લાગિરી કહેવામાં આવે છે. આ શિખરની ઊંચાઈ 2000 મીટરની નજીક છે. આ ખૂબ જ સુંદર ટ્રેકિંગ ટ્રેલ્સ છે. મુલ્લાનગિરી હિમાલય અને નીલગિરિઓ વચ્ચેનો સૌથીઊચો પર્વત છે. શિખરની ટોચ પર એક નાનું મંદિર પણ છે. અહીંનું વાતાવરણ ખૂબ જ અહલાદક છે.