Site icon Revoi.in

વન-ડે ઈનિંગમાં ઈજાગ્રસ્ત થયેલા ક્રિકેટર દિપક ચહરનું સ્થાન લેશે આ સ્પિનર

Social Share

દિલ્હીઃ- વનડે ઈનિગ્સમાં ભારતીય ટીમને વધુ એક ફટકો પડ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ મેચમાં પ્લેઈંગ 11માંથી બહાર રહેનાર ઝડપી બોલર દીપક ચહર હવે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. 

આ મામલે કહેવામાં આવી રહ્યું છે કે પ્રથમ મેચની ટ્રેનિંગ દરમિયાન તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી જેના કારણે તેને બાકીની બે મેચમાંથી પણ આરામ આપવામાં આવ્યો છે. ટીમને પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 9 રને હારનો સામનો કરવો પડ્યો હતો. 

ત્યારે હવે  BCCIએ માહિતી આપી છે કે, વોશિંગ્ટન સુંદર દીપક ચાહરનું સ્થાન લેશે, તેને આગામી દક્ષિણ આફ્રિકાના ભારત પ્રવાસ માટે ODI ટીમમાં સામેલ કરવામાં આવશે.દીપક ચહરના સ્થાને બાકીની બે મેચો માટે સ્પિન બોલરને તક આપવામાં આવી છે. જે લગભગ 7 મહિના બાદ ટીમમાં વાપસી કરી રહ્યો છે.

દક્ષિણ આફ્રિકા સામેની બાકીની બે મેચ માટે વોશિંગ્ટન સુંદરને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમ શ્રેણીમાં 1-0થી પાછળ છે. શ્રેણીની બીજી મેચ રવિવારે રાંચીમાં રમાશે. ભારતીય ટીમ માટે આ જીતો યા મરોની વારી આવી છે. શ્રેણીમાં ટકી રહેવા માટે અહીં જીતવું ખૂબ જ જરૂરી છે.

ઈન્દોરમાં દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી અને અંતિમ T20I પછી ચહરની પીઠમાં જકડાઈ હતી અને તે લખનૌમાં પ્રથમ ODIમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ન હતો, એમ બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું.