- ભોપાલમાં આવેલું છે આ માતાજીનું અનોખું મંદિર
- જ્યા પ્રસાદમાં ચપ્પલ ચઢાવાય છે
આપણે એવનવા મંદિરો વિશે સાંભળ્યું હશે પણ આજે જે મંદિરની વાત કરીએ છે તે સાંભળીને ચોક્કસ તમને નવાઈ તો લાગશે જ મધ્યપ્રદેશમાં આવેલા ભોપલનું આ માતાનું મંદિર છે જેના વિશે આજે આપણે વાત કરીશું.
ભોપાલમાં એક અનોખું દેવી મંદિર છે, જ્યાં ભક્તો માતાને ચપ્પલ અને ચંપલ અર્પણ કરે છે. . આ મંદિરમાં ભક્તો માતાને પ્રસાદ તરીકે ચંપલ અને ચપ્પલ અર્પણ કરે છે. દેવીનું મંદિર ભોપાલના કોલાર વિસ્તારમાં એક ટેકરી પર આવેલું છે અને અહીં માતા સિદ્ધિદાત્રીનો વાસ છે.આ મંદિર જીજાબાઈ માતાના મંદિર તરીકે ઓળખાય છે.
આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં દેવીની પૂજા પુત્રીના રૂપમાં કરવામાં આવે છે અને અહીં આવનારા ભક્તો દેવીને ભેટમાં નવા ચપ્પલ અર્પણ કરે છે. ભક્તો વિદેશથી પણ નવા ચંપલ અને સેન્ડલ વગેરે મોકલે છે.એવું માનવામાં આવે છે કે ઉનાળાની ઋતુમાં માતાને નવા ચપ્પલ, સેન્ડલ, ચશ્મા, કેપ અને ઘડિયાળ અર્પણ કરવાથી દેવી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
માતા જીજાબાઈના ઘણા ભક્તો વિદેશથી મૈયા માટે ચંપલ અને ચપ્પલ મોકલતા રહે છે. આ મંદિરમાં આખા વર્ષ દરમિયાન સમયાંતરે ધાર્મિક વિધિઓ થાય છે. મંદિરમાં દરરોજ જીજાબાઈ માતાને નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે. નવરાત્રી દરમિયાન માતાના દરબારમાં ભક્તોની ભારે ભીડ હોય છે.કહેવામાં આવે થે કે બહાદમાં આ ભએંટમાં આવેલી વસ્તુઓ ગરીબોને દાન કરી દેવામાં આવે છે.