ઢાકા શહેર એ બાંગ્લાદેશની રાજધાની છે તે તો આપ જાણતા હશો, પરંતુ શું આપને ખબર છે કે ઢાકા નામ તે શહેરના નગરદેવી ઢાકેશ્વરીનાં નામ પરથી પાડ્યું છે? આજે ભલે બાંગ્લાદેશ મુસ્લિમ ધર્મ અપનાવતા બહુમાંતિઓનો દેશ હોય પરંતુ એક કાળે ત્યાં હિંદુઓ અને હિંદુ સંસ્કૃતિ ફૂલીફાલી હતી. તાજેતરમાં બાંગ્લાદેશમાં દેશભરમાં હિંસા ભડકી હતી, અને તેનું કારણ બાંગ્લાદેશ સરકાર દ્વારા 1971 માં બાંગ્લાદેશ પાકિસ્તાનથી આઝાદ થયું તેમાં જે લોકોએ બલિદાન આપ્યા હતા તેમના પરિવારોને સરકારી નોકરીઓમાં 30 ટકા અનામતને લીધે હાલમાં સરકારી નોકરી માટે તૈયારી કરતા ઉમેદવારોને અન્યાયનો હતો. પણ આ આંદોલને રાજકીય રૂપ લીધું, જમાતે ઈસ્લામીએ વિદ્યાર્થીઓના ખભા પર બંદુક ફોડી તેમનો મનસુબો પાર પાડ્યો, અને વડાપ્રધાન શેખ હસીનાએ જીવ બચાવવા દેશ છોડવો પડ્યો. કરુણતા એ છે કે શેખ હસીનાએ પોતાનો દેશ ઇસ્લામીક હોવા છતાં અને વિશ્વમાં અનેક ઇસ્લામીક દેશો હોવા છતાં હિંદુ બહુમતી ધરાવતો દેશ ભારત આવવાનું પસંદ કર્યું.
બાંગ્લાદેશમાં હવે તોફાનોની દિશા ફંટાઈ. અહી વસતા કટ્ટર મુસલમાનો દ્વારા દેશની કુલ વસતીના વસતા 8 ટકા ધરાવતા હિન્દુઓના ઘર સળગાવવા, મંદિરોમાં મૂર્તિઓ તોડવી, બહેન દીકરીઓ પર બળાત્કાર કરવા, ધર્મ પરિવર્તન કરાવવું જેવા નરાધમ કૃત્યો કરી શારીરિક, માનસિક અને આર્થિક અત્યાચારકરવામાં આવ્યા. બાંગ્લા સંસ્કૃતિ કે જે હિંદુ મુસ્લિમનું મિશ્રણ હતું તેમાં ધર્મના ભેદભાવ શરુ કર્યા. ત્યારે સ્વયં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાની વચગાળાની સરકારના વડા મહંમદ યુનુસને આ બાબતે તાત્કાલિક પગલા લેવા જણાવ્યું હતું. જે બાદ મહંમદ યુનુસે ઢાકેશ્વરી મંદિરની પ્રત્યક્ષ મુલાકાત કરી હતી, અને દેશવાસીઓને શાંત થવા અપીલ કરી હતી અને આપણે સૌ માનવધર્મ અપનાવીએ તેવો સંદેશ આપ્યો હતો. આમ બાંગ્લાદેશનાં વડાપ્રધાન મહંમદ યુનુસની આ મુલાકાત પરથી પણ મંદિરનું મહાત્મ્ય ખ્યાલ આવે. ફરી પાછા મંદિરના ઇતિહાસની વાત પર આવીએ. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સ્થિત મા ઢાકેશ્વરી મંદિર, સદીઓથી બાંગ્લાદેશમાં હિન્દુ આસ્થાનું સૌથી મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે.
આ મંદિર 800 વર્ષ જૂનું છે. જે તે સમયે ઢાકાના સેન વંશના રાજા બલાલ સેને બનાવ્યું હતું. સ્થાનિક હિંદુ સમાજ અનુસાર મા ઢાકેશ્વરી ઢાકા શહેરનાં નગરદેવી છે. ઢાકેશ્વરી મંદિરને બાંગ્લાદેશનું રાષ્ટ્રીય મંદિર હોવાનું સન્માન છે, બાંગ્લાદેશ મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે. અહીંનું બંધારણ ઇસ્લામને માને છે. 2022ની રાષ્ટ્રીય વસ્તી ગણતરી મુજબ, બાંગ્લાદેશની કુલ વસતીમાં 8 ટકા હિન્દુઓ છે. પરંતુ ઢાકેશ્વરી મંદિરને દેશના સાંસ્કૃતિક વારસાનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. ઢાકા આવતા કોઈપણ દેશના પ્રવાસીઓ ઢાકેશ્વરી દેવી મંદિરની મુલાકાત અચૂક લે છે. વર્ષ 1976 માં, બાંગ્લાદેશ સરકારે હિન્દુ સમુદાયની માંગ પર તેને રાષ્ટ્રીય મંદિર તરીકે જાહેર કર્યું, ત્યારબાદ આ મંદિર બાંગ્લાદેશ સરકારની સુરક્ષા હેઠળ છે.
ભારત પાકિસ્તન 1947 માં આઝાદ થયા તે પૂર્વે પણ ભારતમાં હિંદુ-મુસ્લિમ તોફાનો કે રમખાણો થતા આવ્યા છે. તે સમયે પણ ઇસ્લામીક કટ્ટરપંથીઓ દ્વારા ઓ અને હિંદુઓના ધાર્મિક સ્થળ મંદિરો પર હુમલા થતા હતા, મંદિરો તેમજ મૂર્તિઓનો નાશ કરવામાં આવતો. ત્યારે ઢાકેશ્વરી મંદિર પર કટ્ટરપંથીઓના વધતા હુમલાઓને જોતા, અહીં સ્થાપિત દેવી માતાની મૂર્તિને વર્ષ 1940માં કોલકાતા લઈ જવામાં આવી હતી, ત્યારબાદ મંદિરના ગર્ભગૃહમાં પ્રતિમાની પ્રતિકૃતિ સ્થાપિત કરવામાં આવી છે. નવરાત્રીના અવસરે મંદિરના પ્રાંગણમાં વિશેષ પૂજા કરવામાં આવે છે જે દરમિયાન આંગણું દેવી દુર્ગાના મંત્રોચ્ચારથી ગુંજી ઉઠે છે. આ મદિરનું પૌરાણિક મહત્વ પણ એટલું જ છે. 1947 પહેલા ભારત, પાકિસ્તાન પૂર્વ અને પાકિસ્તાન પશ્ચિમ એ અખંડ ભારતનો જ ભાગ હતા. આ મદિરનું પૌરાણિક મહત્વ પણ એટલું જ છે. 1947 પહેલા ભારત, પાકિસ્તાન પૂર્વ અને પાકિસ્તાન પશ્ચિમ એ અખંડ ભારતનો જ ભાગ હતા. ઢાકેશ્વરી મંદિર બાંગ્લાદેશની રાજધાની ઢાકાનું મુખ્ય મંદિર છે અને તેને બાંગ્લાદેશનું સૌથી મોટું હિન્દુ મંદિર માનવામાં આવે છે. દેવી ઢાકેશ્વરીને માતા દુર્ગાનો અવતાર માનવામાં આવે છે. 1976 માં, બાંગ્લાદેશ સરકારે ઢાકેશ્વરી મંદિરને તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને સ્વીકારીને રાષ્ટ્રીય સ્મારક જાહેર કર્યું. અને સૌથી વિશેષ બાબત એકે આ મંદિરના પ્રાંગણમાં રોજ સવારે સરકાર તરફથી બાંગ્લાદેશનો રાષ્ટ્રિય ધ્વજ ફરકાવવામાં આવે છે. અને જયારે પણ કોઈ રાષ્ટ્રિય શોક હોય ત્યારે તે અડધી કાઠીએ ફરકાવવામાં અવે છે.
#DhakaTemple #NationalMonument #HeritageSite #CulturalLandmark #HistoricDhaka #PreserveOurHeritage
#ઢાકામંદિર #રાષ્ટ્રીયસંગ્રહાલય #આશ્ચર્યજનકસ્થળ #સાંસ્કૃતિકમાર્ક #ઇતિહાસિકધરોહર