Site icon Revoi.in

આ વખતે ટ્રિપ માટે પસંદ કરો તમિલનાડુની આ સુંદર જગ્યાઓ,અહીંનો નજારો ભૂલાવી દેશે તમામ ટેન્શન

Social Share

કેટલાક એવા લોકો છે જેને ફરવાનું ખુબ જ પસંદ હોય છે.તેઓ દેશના વિવિધ ભાગોમાં ફરવાનું પસંદ કરે છે.એવામાં, જો તમે દક્ષિણના સુંદર નજારા જોવા માંગતા હો, તો એક વાર તમિલનાડુનો પ્લાન બનાવો. આજે અમે તમને અહીં કેટલીક સુંદર જગ્યાઓનો પરિચય કરાવીશું-

3500 ફૂટની ઉંચાઈ પર સ્થિત વાલપરાઈ એ તમિલનાડુ રાજ્યમાં એક એવી જગ્યા છે જે લીલીછમ ટેકરીઓ અને જંગલોથી ઘેરાયેલું છે.રોડ ટ્રીપ માટે આ ખૂબ જ ખાસ જગ્યા છે. ફરવા માટેનું આ સ્થળ તમારા માટે ખૂબ જ ખાસ હોઈ શકે છે.

તમે ગાઢ જંગલ અને સારા હવામાનમાં સિરુમલાઈનો આનંદ માણી શકો છો. તે સમુદ્ર સપાટીથી 1600 મીટરની ઉંચાઈ પર આવેલું છે.અહીં એક નાનો ધોધ છે, જે પ્રવાસીઓને આકર્ષવાનું કામ કરે છે.

પોલાચી એક અદ્ભુત ઓફબીટ સ્થળ છે. આ જગર કપલ્સ માટે પણ ખૂબ જ ખાસ છે. આ જગ્યા તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતી છે.અહીંનો સુંદર નજારો જોવા માટે તમારે આ જગ્યાને એક વાર અવશ્ય એક્સપ્લોર કરવી જોઈએ.

કોટાગિરી ખૂબ જ સુંદર જગ્યા છે. તે ઊટીની નજીક આવેલું એક નાનું પહાડી શહેર છે. તે લગભગ 1800 મીટરની ઉંચાઈ પર આવેલું છે. જો તમે કેટલાક સુંદર સ્થળો જોવા માંગતા હોવ તો અહીં ચોક્કસ જાવ. તમે અહીં તમારા જીવનસાથી સાથે કોડનાડ વ્યૂ પોઈન્ટ વગેરેની મુલાકાત લઈ શકો છો.