આ વખતે બે દિવસ મનાવાશે રક્ષાબંઘન, જાણો શા માટે બદલાયું મહૂર્ત
ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધનને હવે થોડા જ દિવસો રહ્યા છએ આ વર્,ે 30 ઓગસ્ટના દિવસે આ તહેવારની ઉજવણી કરવામાં આવશે જો કે હવે રક્ષા બંધનનું મૂહર્ત બદલાયું છે જે પ્રમાણે રક્ષઆબંઘન બે દિવસ ઉજવાશે.
હિંદુ કેલેન્ડર મુજબ આ વર્ષે રક્ષાબંધન 30 ઓગસ્ટે ઉજવવાનું છે. પરંતુ રાખડી બાંધવાનો શુભ સમય 30 ઓગસ્ટની રાતથી શરૂ થાય છે અને 31 ઓગસ્ટના રોજ સવારે 7 વાગ્યા સુધી ચાલશે. ભદ્રા હોવાથી બહેનો દિવસ દરમિયાન રક્ષાસૂત્ર બાંધી શકશે નહીં. એટલા માટે આ વર્ષે રાખી તહેવાર 30 અને 31 ઓગસ્ટ એમ બે દિવસ મનાવવામાં આવી રહ્યો છે.
31મીએ દેશભરના મંદિરોમાં રાખી પર્વની ઉજવણી કરવામાં આવશે. આ વખતે શ્રાવણ શુક્લ પૂર્ણિમા 30 ઓગસ્ટ બુધવારે સવારે 10.59 વાગ્યાથી શરૂ થશે. તે બીજા દિવસે 31 ઓગસ્ટે સવારે 7:06 વાગ્યે ચાલુ રહેશે. પૂર્ણિમાની શરૂઆત સાથે, ભદ્રા સવારે 10:59 થી શરૂ થઈને રાત્રે 9 વાગ્યા સુધી રહેશે.
દિવસ દરમિયાન રાખડી બાંધવા માટે કોઈ શુભ મુહૂર્ત નહીં હોય કારણ કે પંચાંગ અનુસાર, ભાદ્રા ખાસ કરીને કોઈપણ તહેવાર પર પ્રતિબંધિત છે. આવી સ્થિતિમાં, રાખડી બાંધવાનો શુભ સમય 30 ઓગસ્ટના રોજ રાત્રે 9 વાગ્યાથી લઈને 31 ઓગસ્ટના રોજ સવારે 7 વાગ્યા સુધી રહેશે.
રક્ષાબંધન શા માટે ઉજવવામાં આવે છે?
હિન્દુ ધર્મમાં રક્ષાબંધનને ભાઈ-બહેનના પ્રેમનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. તે હિંદુ કેલેન્ડર મુજબ દર વર્ષે સાવન પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે, બહેનો તેમના ભાઈના કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે, જ્યારે ભાઈઓ તેમની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. તેઓ એકબીજાને મીઠાઈ ખવડાવે છે અને ભેટ પણ આપે છે. રક્ષાબંધનના તહેવારની ઉજવણી પાછળ ઘણી પૌરાણિક કથાઓ પ્રચલિત છે.