Site icon Revoi.in

પ્રોફેશનલ લૂકને પરફેક્ટ બનાવે છે આ પ્રકારના આઉટફીટ, જો તમે પણ વર્કિંગ વૂમેન છે તો જાણીલો ફેશન સેન્સની આ વાત

Social Share

આપણે  જે પરિધાન ઘારણ કરીએ છે કે જે આપણી પર્સનાલિટીને છતી કરે છે લુક જ નિખારતો નથી પણ આપણા વ્યક્તિત્વને પણ નિખારે છે.તેથી જ ઓફિસે જતી વખતે આપણે બેસ્ટ ડ્રેસ પહેરવો પડે છે.

જો તમે વર્કિંગ વૂમેન છો તો તમારે કબાટમાં કેટલાક એવા કપડા સેટ કરવા જોઈએ કે જે તમે આંખ બંધ કરીને પહેરી શકો એટલે કે તમારે રોજેરોજ શું પહેરું તે વિચારવું ન પડે કબાટમાંથી નિકાળીને તરત પસંદ કરીલો એવા કપડા તમારે પહેરવા જોઈએ.

દરેક વર્કિંગ વુમનની વોર્ડરોબ સ્ટ્રેચેબલ અને કમ્ફર્ટેબલ પેન્ટ હોવું જરૂરી છે.આ પેન્ટ વ્યસ્ત સવારને સરળ બનાવે છે.તમે તેની સાથે કોન્ટ્રાસ્ટિંગ ટોપ અને શર્ટ પહેરી શકો છો.આ સાથે ક્લાસિક કાંડા ઘડિયાળ, વર્ક શૂઝ અથવા સેન્ડલ અને હેન્ડબેગ તમારા વ્યાવસાયિક દેખાવને પૂર્ણ કરી શકે છે.

વર્કિંગ વુમેનસ્ માટે ડિસેંટ ટોપ પહેરવું જરૂરી છે.તમે તેમને ટ્રાઉઝર, સ્કર્ટ અને જીન્સ સાથે સરળતાથી પેર કરી શકો છો. સફેદ, કાળો, ન્યૂટ્રલ, વાદળી અને પેસ્ટલ રંગો કોઈપણ ઔપચારિક દિવસ માટે યોગ્ય છે. તમે આ ટોપ્સને વિવિધ પ્રકારના બોટમ્સ સાથે પેર કરી શકો છો

બ્લેઝર માટે  તમે લાઈટ રંગો જેવા કે વાદળી, રાખોડી અને લીલા પણ સારા વિકલ્પો છે. તમે ટ્રાઉઝર, જીન્સ અને સ્કર્ટ સાથે બ્લેઝર પહેરી શકો છો. ઘણી મહિલાઓ બ્લેઝરની અંદર વિરોધાભાસી કેઝ્યુઅલ ટોપ પહેરે છે. તમે તેને સંપૂર્ણ વ્યાવસાયિક દેખાવ માટે બટન-અપ શર્ટ અને ટ્રાઉઝર સાથે પણ પહેરી શકો છો.