- દુપટ્ટોને સ્ટાઈલીશ લૂક આપો
- અનેક રીતે દુપટ્ટો નાખીને તમારા લબકને આકર્ષક બનાવો
મહિલાઓ પોતાની સુંદરતા પર ખાસ ધ્યાન આપતી હોય છે,તેમાં પણ ખાસ કરીને તેમના પહેરવેશને તેઓ પરફેક્ટ બનાવવામાં પુરતું ધ્યાન આપે છે, ખાસ કરીને જ્યારે મહિલાઓ ડ્રેસ અથવા તો લોંગ દુપટ્ટા ગાઉન પહેરે ત્યારે દુપટ્ટાને કઈ રીતે સાચવવો તે મોટી સમસ્યા હોય છે,ત્યારે આજે આપણે વાત કરીએ દુપટ્ટાને સ્ટાઈલમાં કઈ રીતે રાખી શકાય જેનાથી તમારો લૂક પરફેક્ટ બને.આ સાથે જ અલગ અલગ પ્રકારે દુપટ્ટો નાખવાથી તમારો સિમ્પલ લૂક પણ સ્ટાઈલિશ લાગે છે
ગાઉન પર દુપટ્ટોઃ – જો તમે શીલ્ક કે બ્રાસો અથવા તો શિફોનનો ડ્રેસ પહર્યો હોય તો તેનો દુપટ્ટો વન સાઈડ નાખશો તો વધારે તમારો લૂક સ્ટાઈલીશ દેખાશે.
લહેંગા પર દુપટ્ટોઃ- જો તમે ચોલી શૂટ, કે લહેંગો પહેર્યો હોય તો તેના પર વન સાઈડ દુપટિટો નાખી શકો છો, આ સાથે જ બીજી સ્ટાઈલ એક એ પણ છે કે, તમે એક સાઈડ દુપટ્ટો નાખીને તેનો બીજો છેડો ચણીયામાં ખોસી શકો છો, તેનાથી પણ તમાર લૂક પરફેક્ટ આવશે.
કોટનના ડ્રેસ પરઃ- જો તમે દુપટ્ટા સહીતનો કોટનનો ડ્રેસ પહેર્યો હોય તો તમારે દુપટ્ટો વી શેપમાં નાખવો જોઈએ ,કોટનના દુપટ્ટા મેચિંગ શૂટમાં મોટે ભાગે ગળામાં વી શેપનો દુપટ્ટો શૂટ થતો હોય છે.
કોટનના ગાઉન પરઃ- ત જો પ્લેન કોટનનું કોઈ ગાઉન પહેર્યું હોય તો તેના પર ક્રોન્ટ્રાસ કલરમાં દુપટ્ટો પહેરો તેનાથી તમારો લૂક ચેન્જ લાગશે સાથે સાથે દુપટ્ટો તમારા પ્લેન ગાઉનને ફ્રેન્સી લૂક આપશે.
જીન્સ-ટોપ પર સ્કાર્ફઃ– જો તમે જીન્સ પહેર્યું હોય તો તમે શઈફોન અથવા તો જરઝોટનો તદ્દન નાનો સિંગલ સ્કાર્ફ ગળામાં ખઆલી લટકાવી શકો છો, તેનાથી તમને કમ્ફર્ટેબલ લાગશે અને દુપટ્ટાનો ભાર નહી આવે .કારણ કે આવા પ્રકારના સ્કાર્ફ વજનમાં ખૂબ જ લાઈટ હોય છે.
કુર્તી પર દુપટ્ટોઃ– જો તમે સાદી લોંગ કોટનની કુર્તી કે જરઝોટની કુર્તી પહેરી હોય તો તેનાથી અલગ કલરનો દુપટ્ટો શોલ ટાઈપનો પસંદ કરવો જોઈએ તેનાથી રિચ લૂક આવશે, અને સાદી કુર્તીને આ હેવી દુપટ્ટો ખૂબ ફ્રેન્સી બનાવી દેશે