Site icon Revoi.in

વેસ્ટર્ન લુકમાં આ પ્રકારના શોલ્ડર આપે છે શાનદાર લુક ,જાણો આ ફેશન વિષે

Social Share

 

આજકાલ યુવતીઓ અવનવી ફેશનને અપનાવતી હોય છે ત્યારે હવે ફેશન જગતમાં નવો ટ્રેન્ડ હવે કોલ્ડ શોલ્ડર છે. તેનાથી તમારા શોલ્ડર આકર્ષક લાગે છે, ત્રણ દાયકા પહેલા એટલે કે 80 ના દાયકામાં ફેશન જગતમાં એક ખાસ ટ્રેન્ડ હતો કોલ્ડ શોલ્ડર નો જે હવે પાછો ફર્યો છે, અવનવી પેટર્નમાં આવેલા આ નવી શૈલીનો ટ્રેન્ડ વધતો જોવા મળે છે. ફેશનની આ સ્ટાઇલ નવા ટ્રેન્ડના ચાહકોને નવા રંગમાં રંગી રહી છે. ભલે તે ડેનિમ હોય અથવા તો શિફોન હોય કે શિયાળાના સ્વેટર, જેકેટ હોય તમામ ક્લોથવેરમાં કટ ઓફ શોલ્ડર જોવા મળે છે.

જો તમે તમારા શોલ્ડરને ઓફ શોલ્ડરની જેમ વધારે પડતા શો કરવા માંગતા નથી તો તનમે ઓફ શોલ્ડરના બદલે ફોલ્ડ શોલ્ડર પહેરી શકો છે,જો કે આ ફોલ્ડ શોલ્ડરથી પણ તમને હોટ અને આકર્ષક લૂક તો મળશે જ, તફાવત એટલો હશે કે તમારા શોલ્ડર ઢંકાયેલા રહેશે અને કેટલાક ટકા ભાગ જ શોલ્ડરનો દેખાશે.જેમાં તમારો દેખાવ વધુ આકર્ષક બનશે.

આ ફેશન શોલ્ડરના ભાગના કપડા પર કટ આપીને અથવા ખભા પર સ્ટ્રીપ ઉમેરીને બનાવવામાં આવે છે. કોલ્ડ શોલ્ડર ડ્રેસ પહેરીને શોલ્ડર પણ આકર્ષક લાગે છે અને સાથે સાથે પહેરનારને પણ મોર્ડન લુક મળે છે. ભારતીય કપડામાં સાડી અને લહેંગાની સાથે બ્લાઉઝમાં પણ આ કટ આપવામાં આવે છે

હાલમાં ઓફ શોલ્ડર અને વન શોલ્ડર ડ્રેસ ખૂબ ટ્રેન્ડમાં હતા, પરંતુ કોલ્ડ શોલ્ડરે આ તમામ ટ્રેન્ડને પાછળ છોડી દીધા છે. હવે આ ટ્રેન્ડ ટી-શર્ટથી વન પીસ ડ્રેસ સુધી અપનાવવામાં આવી રહ્યો છે. તમામ ઉંમરની મહિલાઓના વોર્ડરોબમાં ફોલ્ડ શોલ્ડરનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તે સાડી, લેહેંગા બ્લાઉઝ અને સુટ્સની સ્લીવ્ઝને આકર્ષક સ્ટાઇલ પણ આપે છે.

આ સ્ટાઇલ તમામ પ્રકારના શૌલ્ડર પર સારી લાગે છે, પરંતુ તેને પહેરતી વખતે પણ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી બની જાય છે. હંમેશા ફિટિંગ જીન્સ અથવા સ્કર્ટ સાથે આ કોલ્ડ શોલ્ડર ટોપ ખૂબ સારું લાગે છે, બીજી બાજુ, જો તમે કોલ્ડ શોલ્ડર વાળું  ફિટિંગ ટોપ પહેરી રહ્યા છો, તો પછી તેની સાથે પ્લાઝો અથવા એ-લાઇન સ્કર્ટ પહેરો. લહેંગામાં ક્રોપ ટોપ સ્ટાઇલમાં, કોલ્ડ શોલ્ડર ખૂબ સારા લાગે છે.

કોલ્ડ શોલ્ડર કપડાં અને ટોપ કેઝ્યુઅલ લુક માટે જાણીતા છે, પરંતુ જો તમે તેને સાદા ડિપિંગ જિન્સ અથવા ટ્યુબ પેન્ટ અને હીલ્સ સાથે પહેરો તો તમને ખૂબ જ આકર્ષક અને પ્રોફેશનલ લુક મળશે.