હવે નવરાત્રી આવી રહી છે ત્યારે માર્કેટમાં ચોલીની ઘૂમ જોવા મળી રહી છએ અવનવા વર્કવાળી ચોળીથી લઈને ફ્રેન્સી ચોલી યુવતીઓ પસંદ કરી રહી છએ પણ જો ટ્રેડિશનલ ચોલીની વાત કરવામાં આવે ચો કચ્છી વર્ક આજે પણ ગુજરાતીઓની પહેલી પસંદ છે,આ પ્રકારની ચોલી પહેરીને ગરબે ઘુમવાની જમાજ કંઈક અલગ હોય છે.
નવરાત્રીમાં તમારા ચણીયા ચોળીને આકર્ષક બનાવવા તમે બેકલેસ ચોલી પસંદ કરી શકો છો, પરંતુ હા આ બેકલેસ ચોલી તમને આરામદાયક હો. તે જરૂરી છે,તેના માટે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.હંમેશા જો તમે ગરબા રમવાના શોખીન છો તો તમારે વજનમાં લાઈટ ચોળીની પસંદગી કરવી જોઈએ જેથી કરીને તમે આરામથી ગરબે ઘૂમી શકો ,
આ સાથે જ એકદમ ઘેર વાળા પ્લેન ચણીયા અને પ્લેન બ્લાઉઝ સાથે આભલા કે મોતી વાળા દુપટ્ટા પણ યુવતીઓને ટ્રેડિશનલ લૂકની સાથે સાથએ શાનદાર ગેટઅપ આપે છે.
બને ત્યા સુધી પગથી થોડો ઊંચો ચણીયો હોય તેવી ચણીયો ચોળીની પસંદગી કરવી જેથી રમવામાં ચણીયો એડચણરુપ ન બને.તમારા દુપટ્ટાના 3 થી 4 પીન વડે પીનઅપ કરવાનું રાખો ,ગરબા રમતી વખતે સરી ન પડે તેનું ધ્યાન રાખવા કરતા પહેલેથી જ તેને બરાબર સેટ કરીલો,
નવરાત્રિના સમયમાં હાથભરતનાં ચણીયાચોળીની માંગ અન્ય વસ્ત્રોની સરખામણીએ વધુ રહે છે. ઉપરાંત નવરાત્રિની તૈયારીના ભાગરૂપે લોકો અત્યારથી ભાતીગળ વસ્ત્રો, આભલા ભરેલી કોટી, પ્લાઝો, એમ્બ્રોડરીવાળા ટોપ અને લોંગ ગાઉન જેવા અનેક વસ્ત્રોની ખરીદી કરી રહ્યા છે.
ખાસ કરીને જો નાના નાના બાળકોવી વાત કરીએ તો તે માટેના કેડિયા, બંગડી, ડબલ ગેર વાળી ચણીયા ચોલી, સનેડો, મીરર વર્ક વાળી તેમજ હાથવણાટ વાળી પણ વેરાયટીઓ માર્કેટમાં ઘૂમ મચાવી રહી છે