- કોરોનાથી બચવા માટે વેક્સિન લેવી જરૂરી
- ભારતની વોર્મ વેક્સિન રહેશે સૌથી વધુ અસરકારક
- દરેક વેરિયન્ટથી બચાવવામાં રહેશે સક્ષમ
દિલ્હી : કોરોનાવાયરસના બદલાતા વેરિયન્ટ વિશ્વના તમામ દેશો માટે ચિંતાનો વિષય બની ગયો છે. વેક્સિનેશનની પ્રક્રિયા વધારે ઝડપથી કરવામાં આવી રહી છે ત્યારે ભારતમાં બનેલી કોરોનાની વોર્મ વેક્સિન તમામ વેરિયન્ટ પર અસરકાર અને સૌથી વધુ સુરક્ષિત હોય તેવી જાણકારી આવી છે.
ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ અને બાયોટેક કંપની મિનવેક્સ દ્વારા ભારતમાં બનાવાયેલી વોર્મ વેક્સિન કોરોનાના દરેક વેરિયન્ટ પર કામ કરશે. CSIROની તરફથી આ વેક્સિનને સ્વતંત્ર રીતે કરાયેલા અધ્યયનમાં જાણવા મળ્યું છે કે આ વેક્સિન વોર્મ એટલે કે ગરમ છે અને તેને ગરમ એટલા માટે કહેવાય છે કે તે 90 મિનિટ સુધી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ સુરક્ષિત રહી શકે છે અને 37 ડિગ્રી પર સ્થિર રહે છે.
CSIRO દ્વારા આ બાબતે ખાસ પ્રકારે અભ્યાસ કરવામાં આવ્યો છે અને તેમાં જાણવા મળ્યું છે કે આ વેક્સિન અન્ય તમામ વેક્સિન કરતા અલગ છે. આ વેક્સિનને તાપમાનની ઓછી જરૂર રહે છે. જો વાત કરવામાં આવે પરિક્ષણની તો ઉંદર અને હૈમસ્ટરમાં આ વેક્સિનના વાયરસના વિરોધમાં ખૂબ જ ઈમ્યુન રિસ્પોન્સ જોવા મળ્યો છે. આ વેક્સિન કોરોના વાયરસના સ્પાઈક પ્રોટીનના એક ભાગમાં કરાયેલા ફેરફારથી બની છે.
પ્રાણીઓ પર કરાયેલા એક સ્ટડીમાં એ વાત સામે આવી છે કે ભારતીય વિજ્ઞાન સંસ્થા બેંગલુરુની તરફથી વિકસિત વોર્મ કોરોના વેક્સિન કોરોનાના દરેક ખતરનાક ગણાતા વેરિઅન્ટ જેવા કે અલ્ફા, બીટા, ડેલ્ટા, કપ્પાના વિરોધમાં પ્રભાવી છે. ઓછા તાપમાને રહેવાના કારણે વેક્સિનના આ ફોર્મ્યુલેશનને વોર્મ વેક્સિન નામ અપાયું છે.