Site icon Revoi.in

દેખાવમાં આ તદ્દન ઝીણી વસ્તુ તમારી મોટી મોટી બીમારીમાં કરે છે ફાયદો…જાણો ખસખસના ગુણો

Social Share

સામાન્ય રીતે આપણે સૌ કોઈ જ્યારે પમ આરોગ્યને લગતી પીડાથી પીડાતા હોઈએ ત્યારે સૌ પ્રથમ કિટનમાં રહેલી ઔષધિઓનો દવા તરીકે ઉપયોગ કરતા હોઈએ છે, આપણા રસોી ઘરમાં એઠલી બધી વસ્તુઓ એવી છે કે  જેના સાચા ઉપયોગ અને યોગ્ય સેવનથી આપણે અનેક નાની મોટી બીમારીને માત આપી શકીએ છે, દરેક મરી મસાલા તેજાના અનેક બાબતે મહત્વનું કાર્ય કરે છે, એજ રીતે નાની અમથી દેખાતી ખસખસ પણ આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી સાબિત થાય છે. ખસખસ આમ તો આપણે શાકમાં ગ્રેવી થી લઈને કોઈ સ્વિટ બનાવતા હોઈએ તેમાં ઉપયોગ કરીએ છીએ પણ શું તમે તેના ફાયદા જાણો છો,? ચાલો જોઈએ ખસખસ ખાવાથી થતા અનેક લાભ.

ખસખસ અનેક નાની મોટી બીમારીમાં ઉપયોગી

– સૌ પ્રથમ પેટને સાફ રાખવા ખસખસ મહત્વનો ભાગ ભજવે છે, જે લોકો કબજ્યાતથી સમસ્યાથી પીડાય છે તેમણે ખસખસનું સેવન કરવું જોઈએ જે તમને પેટ સાફ કરવામાં મદદ કરે છે.

– આ સાથે જ દમની બીમાપરી હોય તેના માટે પણ ખસખસ ખૂબ જ ગુણકારી છે,શ્વાસના રોગમાં રાહત આપે છે

– જે લોકોને ખૂબ  ખાંસી થતી હોય તે લોકોએ પણ ખસખસને દૂધ સાથે ગરમ કરી તેનું સેવન કરવું જોઈએ,ખાંસી દૂર કરવામાં અને અસ્થમાને દૂર કરવામાં મદદ કરે છે.

– આપણા ચહેરાની સુંદરતા વધારવા માટે ખસખસ ખૂબ જ ફાયદાકારક ખસખસને દહી સાથે પલાળીને મિક્સ કરી આ પેસ્ટને ચહેરા પર લગાવવામાં આવે છે તો ચહેરો નિખરી ઉઠે છે. તે સ્ક્રબનું કામ કરીને સ્કિનમાંથી ડસ્ટને દૂર કરે છે.

– જો ઉંઘ બરાબર ન આવતી હોય ત્યારે રાતે સુતા વખતે એક ચમચી ખસખસને દૂધમાં પલાળીને તે દૂધ પી જવું તેનાથી સારી ઉંધ આવે છે તે અનિદ્રાને દૂર કરે છે.

– ખાસ કરીને આ ખસખસમાં કોપર, કેલ્શિયમ, આયર્ન જેવા તત્વ  સામેલ હોય છે.જે આપણા શરીરને રોગોમાં લડવામાં મદદ કરે થે,તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે

– આ સાથે જ જે લોકો થાઈરોઈડની સમસ્યાથી પીડાતા હોય તેમના માટે પણ ખસખસ ખૂબ ઉપયોગી સાબિત થાય છે, એ ખસખસમાં સેલેનિયમ હોય છે. જે થાઈરોઈડની સમસ્યા દૂર કરવામાં કારગર છે. જેથી રોજ અડધી ચમચી ખસખસ તમારી ડાયટમાં સામેલ કરવાથી તેમાં ફાયદો થશે.