Site icon Revoi.in

હિમાચલ પ્રદેશમાં આવેલું છે આ ગામ કે જ્યાં દેશના કાયદાને માનવામાં નથી આવતા, આ સાથે જ ઘણી રીતે જાણીતું છે આ ગામ

Social Share

ભારત જેવા આ લોકશાહી દેશમાં એક ગામ એવું છે જે ન તો દેશની લોકશાહીમાં માનતું હોય કે ન તો અહીંના કાયદામાં!અહી કોઈજ કાયદા કાનુન લાગુ થતા નથી.હા, તમે અમારા પર વિશ્વાસ નહીં કરો, પરંતુ આ વાત 100 ટકા સાચી છે. ભારતીય બંધારણ અને કાયદાઓથી અલગ ચાલતા આ ગામનું નામ મલાના છે, જે હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં આવેલું છે.

બરફીલા પહાડો અને ઊંડી ઘાટીઓથી ઘેરાયેલું મલાણા ગામ પોતાનામાં જ એક રહસ્ય છે. રહસ્ય એટલા માટે છે કે, અહીંના લોકોની પરંપરાઓ, જીવનશૈલી અને કાયદા માત્ર અલગ જ નથી પણ વિચિત્ર પણ છે. આ ગામમાં આવનાર દરેક વ્યક્તિએ અહીંના નિયમોનું પાલન કરવાનું હોય છે અને જે વ્યક્તિ તેમના દ્વારા બનાવેલા નિયમોનું ઉલ્લંઘન કરે છે તેને મલાના ગામના નિયમો અનુસાર સજા પણ કરવામાં આવે છે. તેમજ બહારગામથી આવતા કોઈપણ વ્યક્તિને ગામના કોઈ પણ સામાનને સ્પર્શ કરવાની પણ છૂટ નથી અને સામાન તો બહુ દૂરની વાત છે, બહારના લોકો અહીં ઘણી જગ્યાએ સ્પર્શ પણ કરી શકતા નથી. જો તેઓ ગામની આ ખાસ જગ્યાઓને કોઈપણ પરવાનગી વિના સ્પર્શ કરે છે તો તેમની પાસેથી 1000 થી 2500 રૂપિયા સુધીનો દંડ પણ વસૂલવામાં આવે છે.

જો તમે ગામમાં ફરવા જવાનું વિચારતા હોવ તો તમને જણાવી દઈએ કે અહીં પ્રવાસીઓ માટે રહેવાની કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે અહીં આવનારા લોકો પોતાના ટેન્ટ લગાવીને ગામની બહાર ફરવા આવે છે. રાત વિતાવે છે અહીંના નિયમો એટલા નક્કર છે કે કોઈ ગ્રામીણ આ નિયમો તોડે નહીં તેની કાળજી રાખવામાં આવે છે. આ ગામમાં પ્રવાસીઓ માટે રહેવાની કોઈ સુવિધા નથી. પ્રવાસીઓ ગામની બહાર તંબુઓ મૂકીને રાત વિતાવે છે.

હિમાચલ પ્રદેશની પાર્વતી ખીણમાં વસેલું નાનું એવું ગામ મલાણા. 2450 લોકોની વસતીવાળું આ ગામ દુનિયાભરમાં જેટલું મશહૂર છે, એટલું જ બદનામ. 625 પરિવારોવાળા આ ગામનું દરેક ઘર ચરસની ફેકટરી છે. દુનિયાભરમાંથી લોકો અહીં સૌથી શુદ્ધ ચરસ ‘મલાના સુપર’ કે ‘મલાના ક્રીમ’ની તલાશમાં આવે છે.ચરસ જે છોડમાંથી મળે છે, એ વર્ષમાં 3 મહિના જ મળે છે. આ ત્રણ મહિનામાં મલાણા ગામ દરરોજ 1.2 કરોડ રૂપિયાનું ચરસ બનાવે છે. એક માણસ આખો દિવસ મહેનત કરીને 10 હજાર સુધી કમાઈ લે છે.

આ ગામના લોકોનું માનવું છે કે જો તેઓ અહીંના કોઈપણ નિયમોને તોડવાનો પ્રયાસ કરશે તો તેમના દેવતા ગુસ્સે થઈ જશે, અને દેવતાને ક્રોધિત કરવાનો અર્થ આફતને આમંત્રણ આપવાનો છે. હકીકતમાં, વર્ષ 2006 અને 2008માં અહીં આગ લાગવાને કારણે આખું ગામ નાશ પામ્યું હતું. જે બાદ અહીંના કાયદા વધુ કડક બનાવવામાં આવ્યા હતા.મલાના ગામે પોતાની આખી સરકાર અલગથી બનાવી છે. આ ગામનું પોતાનું પોલીસ સ્ટેશન પણ છે, તેથી દેશની સરકાર પોતે તેમાં દખલ કરતી નથી.