આપણે આપણી રસોઈને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે અનેક આખા મસાલાઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેનાથી શાકનો સ્વાદ વધે છે પણ અનેક મસાલામાં પોતાના ગુણઘર્મો પણ છે,જે સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્યને ઘણો ફાયદો પહોંચાડે છે,બાદીયાના ફુલ તમે અવાર નવાર ઉપયોગમાં લેતા હશો જ પણ શું તમે જાણો છથો આ બાદીયા હેલ્થને પણ ફાયદો કરે છે.
જાણો બાદીયામાં છૂપાયેલા ગુણો
શરદી કે ખાસી જેવી બીમારીમાં બાદીયા રાહત આપે છે,બાદિયા પોલીફેનોલ્સ અને ફ્લેવનોઈડ્સથી ભરપૂર હોય છે. તેમાં કવેરસેટીન, ગૈલિક એસિડ, લીનાલુન અને બાયોએક્ટિવ તત્વ સમાયેલા હોય છે, જે કેન્સરને અટકાવવા મદદરૂપ થઇ શકે છે.
બાદીયાનું સેવન શરીરમાં રહેલા બેક્ટેરિયા અને વાયરસનો નાશ કરે છે. તેનાથી ઘણી બીમારીઓ દૂર થાય છે જેને લઈને દવામાં પણ તેનો ઉપયોગ થતો આવ્યો છે
આ સહીત બાદિયામાં વિટામિન ઉપલબ્ધ છે વિટામિન એ અને સી. આ બંને વિટામીનમાં એન્ટી એજિંગ ગુણ છે.જે આરોગ્યને ફાયદો પહોચાડે છે.
આ સાથે જ બાદિયાને જો રસોઈમાં વાપરવા કરતા ગરમ પાણીમાં ઉકાળીને પીવાથી અપચા, ગેસ, પેટ ફુલવા અને પેટમાં ચૂંક જેવી અનેક પેટની સમસ્યાઓ દૂર થાય છે.