Site icon Revoi.in

વિશ્વ ધરોહર (વારસો) દિવસ અંતર્ગત નવેમ્બર 19થી 25 સુધીનું આ આખું અઠવાડિયું ભારતમાં બધી હેરિટેજ સાઇટ્સની મુલાકાત માટે એન્ટ્રી ફ્રી.

Social Share

દિલ્હી: વર્લ્ડ હેરિટેજ વીક:  વર્લ્ડ હેરિટેજ વીક દર વર્ષે 19 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી ઉજવવામાં આવે છે.

“વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆત નિમિત્તે 19 નવેમ્બરે આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયાના સ્મારકોમાં બધા માટે પ્રવેશ મફત રહેશે,” ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે ટ્વિટ કર્યું.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) 19 નવેમ્બર (શનિવાર) ના રોજ આગ્રામાં તાજમહેલમાં કોઈ પ્રવેશ ફી વસૂલશે નહીં. ASIએ વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. ASI ના અધિક્ષક પુરાતત્વવિદ્ (આગ્રા વર્તુળ) રાજ કુમાર પટેલે જણાવ્યું હતું કે, “પ્રવાસીઓ- ભારતીય અને વિદેશી નાગરિકો- તાજમહેલ, આગ્રાનો કિલ્લો, ફતેહપુર સિકરી અને અન્ય ASI-સંરક્ષિત સ્મારકોમાં 19 નવેમ્બરે મફત પ્રવેશ મેળવશે. .”તાજમહેલનો પ્રવેશ મફત છે, પરંતુ પ્રવાસીઓએ સ્મારકની અંદરના મુખ્ય સમાધિની મુલાકાત લેવા માટે 200 રૂપિયાની ટિકિટ ખરીદવી પડશે,” તેમણે કહ્યું.તેમણે વધુમાં જણાવ્યું હતું કે , “વર્લ્ડ હેરિટેજ વીક દરમિયાન સ્મારકો પર સામાન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.”

વર્લ્ડ હેરિટેજ કન્વેન્શન પર હસ્તાક્ષર કાર્ય હોવા કારણે  ભારત દર વર્ષે વર્લ્ડ હેરિટેજ ડે (18 એપ્રિલ) અને વર્લ્ડ હેરિટેજ વીક (19-25 નવેમ્બર) પર વર્લ્ડ હેરિટેજ કન્વેન્શનની ગર્વભેર ઉજવણી કરવા માટે વિવિધ આયોજનો કરે છે. જેમાં લગભગ બધાં જ સ્મારકોમાં મફત પ્રવેશ, વર્લ્ડ હેરિટેજ પર પુસ્તકો પ્રકાશિત કરવા, પેઇન્ટિંગ સ્પર્ધાઓ અને આવા સ્થળોએ  હેરિટેજ વોક દ્વારા યુવાનો અને બાળકોમાં પોતાના ભવ્ય વારસા અંગે અને તેની જાળવણી અંગે જાગૃતિ ફેલાવવી વગેરેનો સમાવેશ થાય છે. યુનેસ્કોના સભ્ય દેશોએ 1972માં વર્લ્ડ હેરિટેજ કન્વેન્શન અપનાવ્યું હતું. ભારત સહિત 191 રાજ્યોના પક્ષોએ આ વર્લ્ડ હેરિટેજ કન્વેન્શનને સંમતિ આપી છે. જેમાં જણાવાયું છે કે, વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ વિશ્વના તમામ લોકોની છે, પછી ભલે તે ગમે તે પ્રદેશમાં  સ્થિત હોય અને તેથી  દરેક નાગરિકને આ સ્થળોની જાણકારી મેળવવાનો અને તેની મુલાકાત લેવાનો હક છે. યુનેસ્કો દ્વારા અમુક પરીસ્થીતોમાં અ અવ હેરિટેજ સ્થળોની સાચવણી માટે વિશેષ યોગદાન અને આર્થીક સહાયતા પણ આપવામાવે છે, ત્યારે દરેક દેશના નાગરિકની પણ ફરજ છે કે ટે પોતાના અવ વિશ્વ ધરોહર સમાન સ્મારકો અને સ્થળોની યોગ્ય જાળવણી કરે અને તેને સાચવી રાખવામાં મદદ કરે.

(ફોટો : ફાઈલ)