1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં આ વર્ષે 44 દેશોના 808 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં આ વર્ષે 44 દેશોના 808 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં આ વર્ષે 44 દેશોના 808 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો

0
Social Share

અમદાવાદઃ ગુજરાત  ટેક્નોલોજીકલ યુનિવર્સિટી હવે વિદેશોમાં પણ જાણીતી બની ગઈ છે. છેલ્લા એક દશકથી પણ વધુ સમયથી સમગ્ર રાજ્ય તેમજ દેશ- વિદેશમાં ટેક્નિકલ શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે જીટીયુ કાર્યરત છે. વર્ષ-2013થી ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ આપવા બાબતે જીટીયુ સમગ્ર રાજ્યમાં પ્રથમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કરે છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં જીટીયુમાં વિવિધ 44 દેશોના 808 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. અત્યાર સુધી જીટીયુમાં 56 દેશના 1636થી પણ વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી ચૂક્યા છે.

જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તર પર જીટીયુ હંમેશા અગ્રેસર રહે છે. તેના પરિણામ સ્વરૂપે સતત 4 વર્ષથી વિદેશી વિદ્યાર્થી માટે જીટીયુમાં પ્રવેશ મેળવવા માટેની પ્રથમ પસંદગી હોય છે. ગત વર્ષ સરકાર દ્વારા સુપરત કરાયેલ જીપેરી ખાતે પણ 11 દેશના 24 વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષે જ પ્રવેશ મેળવ્યો હતો. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એ ન. ખેરે પણ પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામના પાઠવી હતી. ભારત સરકારની ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન (આઈસીસીઆર) દ્વારા દેશની વિવિધ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. ગુજરાતમાંથી જીટીયુ એકમાત્ર ટેક્નિકલ યુનિવર્સિટી છે જેમાં વિશેષ પ્રમાણમાં વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. અલ્બાનિયા, ચાડ, ડિજીબોટી, ઈરાક, સાઉથ આફ્રિકા, સીરીયા, લેઓન , ટોગો જેવા 8 નવા સહિતના કુલ 44 દેશના 808 વિદ્યાર્થીઓએ ચાલુ શૈક્ષણીક વર્ષમાં જીટીયુ સંલગ્ન કૉલેજોમાં પ્રવેશ મેળવ્યો છે. આ સાથે જ ટેક્નિકલ એજ્યુકેશન ક્ષેત્રે છેલ્લા 9 વર્ષથી સૌથી વધારે વિદેશી વિદ્યાર્થીઓએ ધરાવતી યુનિવર્સિટી તરીકે જીટીયુ નામ પ્રથમ હરોળમાં આવે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code