Site icon Revoi.in

યે હોંશલો કી ઉડાન હે – કહેવત સાચી કરી બતાવી આ યુવકે -પગથી અશક્ત હોવા છત્તા કરે છે ફૂડ ડિલિવરીનું કામ

Social Share

આપણે લોકો બન્ને હાથ અને બન્ને પગથી સહીસલાત હોવા છત્તા આપણઆને ક્યારેય ઘરની બહાર નીકળવાનો કંટાળો આવે છે આવી સ્થિતિમાં આજે એક એવા યુવકોન પરિચય કરાવીશું જે પગથી અશક્ત છે અને છંત્તા તે ફૂડ ડિલિવરીનું કામ કરે છે, રોજેરોજ લોકોના ઘરે ભોજનનું પાર્સલ લઈને જાય છે અને લોકોની ભૂખ સંતોશે છે,તો ચાલો મળીએ આ ગણેશ નામના યુવકને

ચેન્નાઈના એક વિકલાંગ યુવક ગણેશ મુરુગને પોતાની શારીરિક નબળાઈને લઈને પરિસ્થિતિ સાથે સમાધાન ન કર્યું અને આત્મનિર્ભર બન્યો. તે દેશમાં પ્રથમ ડિલિવરી બોય છે જે શહેરમાં ફૂડ પાર્સલ પહોંચાડવા માટે વ્હીલચેરમાં મુસાફરી કરે છે. છત્તીસગઢના IPS ઓફિસર દીપાંશુ કાબરાએ ટ્વિટર પર તેનો ફઓટો શેર કર્યો છે અને માહિચતી આપી છે.

દીપાંશુ કાબરાએ ટ્વીટ કર્યું છે કે- “ભારતના પ્રથમ વ્હીલચેર ફૂડ ડિલિવરી બોય ગણેશ મુરુગનને મળો. તે તેની વ્હીલચેરમાં ભોજન પહોંચાડે છે. ચેન્નાઈના વિકલાંગ ગણેશ મુરુગને સંજોગો સાથે સમાધાન કર્યા વિના માર્ગ શોધી કાઢ્યો અને આત્મનિર્ભરતાનો માર્ગ અપનાવ્યો. તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ મુશ્કેલીઓ સામે લડવાને બદલે હાર માની લે છે.

તેણે લખ્યું કે “ગણેશ મુરુગનની વ્હીલચેર ખાસ છે, જેને IIT મદ્રાસના એક સ્ટાર્ટ-અપ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. ટુ-ઇન-વન મોટરાઇઝ્ડ વ્હીલચેરને બટન દબાવવાથી અલગ કરી શકાય છે અને પાછળનો ભાગ પણ સાદી વ્હીલચેરમાં ફેરવાય છે. આપણે પડકારોનો સામનો કરવાનો સંકલ્પ કરવો પડશે,તો રસ્તાઓ આપમેળ ખુલશે.દીપાંશુ કાબરાના ટ્વીટ પર યુઝર્સે ઘણી પ્રતિક્રિયાઓ આપી અને ગણેશ મુરુગનની ભાવનાની પ્રશંસા કરી.