Site icon Revoi.in

ટ્રેનોને ઉથલાવવાના કાવતરા કરનારાઓની હવે ખેર નથી,  રેલવે હવે NIAની મદદ લેશે

Social Share

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રેનોને ઉથલાવવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે, જેને લઈને કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી છે, હવે આવુ કાવતરુ કરનારાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, રેલવે પ્રશાસન એલર્ટ મોડમાં છે, તેમજ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) સાથે પણ આ સંબંધમાં વાતચીત કરવામાં આવી રહી છે.

રાજસ્થાનની રાજધાની જયપુરમાં રેલ્વે મંત્રીએ એરપોર્ટ પર પત્રકારોને કહ્યું કે, રેલ્વે પ્રશાસન તોડફોડના સંભવિત પ્રયાસો અંગે સતર્ક છે. ઘણા રાજ્યોમાં વહીવટીતંત્ર કોઈપણ અપ્રિય ઘટનાને રોકવા માટે પોલીસ સાથે વાતચીત કરી રહ્યું છે. અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર (રેલવેના) સુરક્ષા જોખમોને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે અને જે કોઈ પણ આવી દુર્ઘટના સર્જવાનો પ્રયાસ કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સરકારનો સંકલ્પ છે.

કેન્દ્રીય રેલ્વે મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “રેલવેનું સમગ્ર વહીવટીતંત્ર સંપૂર્ણપણે સતર્ક છે. તમામ રાજ્ય સરકારો સાથે, રાજ્યોના પોલીસ મહાનિર્દેશકો (ડીજીપી) સાથે, ગૃહ સચિવો સાથે સતત વાતચીત કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) પણ આમાં સામેલ છે.”