Site icon Revoi.in

અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને ટ્વિટ કરીને કહ્યું, “યુદ્ધ દરમિયાન જે લોકોએ અમારી સેનાની મદદ કરી તેમને અમેરિકામાં શરણ અપાશે”

Social Share

દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં હાલ તાલિબાન દ્વ્રા એફઘાનપર કરવામાં આવેલા હુમલો અને ત્યાર બાદ અફઘાનિલસ્તાન પર પોતાનું રાજ કરવાની ચર્ચા જોવા મળી રહી છે,આવી સ્થિતિ વચ્ચે અફઘાનિસ્તાનના લોકોની હાલત કફોળી બની છે, લોકો બીજા દેશમાં આશરો લેવા જઈ રહ્યા છે,જેમ બને તેમ મોકો મળતા જ અફઘાનિસ્તાનના લોકો પોતાનો દેશ છોડી રહ્યા છે.

આ સમગ્ર સ્થિતિ વચ્ચે અમેરિકાની રણનીતિ પણ સવાલોથી ઘેરાયેલી જોવા મળી રહી છે. ત્યારે હવે આ વિવાદીત પરિસ્થિતિ અને અફઘાન પર આવેલા સંકટ વવચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને વિતેલી રાતે ટ્વિટ કરીને એક  મોટી જાહેરાત કરી છે.જે અફઘાનના લોકોને આશરો આપવા બાબતે છે.

આ સમગ્ર બાબતને લઈને વિતેલી રાતે ટ્વિટ કરીને એમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું કે , અમારા દેશ અનમેરિકામાં એવા અફઘાનના લોકોને શરણ આપવામાં આવશે કે જેમણે યુદ્ધ દરમિયાન અમારા દેશની મદદ કરી છે, બસ માત્ર એક વખત સ્ક્રિનિંગ અને અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ થઈ જશે પછી અમે એ અફઘાનિસ્તાનીઓનું અમારા દેશમાં સ્વાગત કરીશું. જેમણે યુદ્ધ દરમિયાન અમારી મદદ કરી હતી. અમારા દેશ અમેરિકની આ ઓળખ છે.