મુંબઈમાં ફરી આતંકી હુમલાનું જોખમ NIAને ધમકીભર્યો ઈમેલ મળ્યો
- મુંબઈમાં ફરી આતંકી હુમલાનું
- જોખમ NIAને ધમકીભર્યો ઈમેલ મળ્યો
દિલ્હીઃ- આપણા દેશ પર સતત આતંકીઓની નજર રહેલી હોય છએ તેઓ દેષશની શઆંતિને ભઁગ કરવાના પ્રયત્નમાં રહેલો હોય છે ત્યારે મુંબઈ પર ફરી એક વખત આતંકી હુમલાનું જોખમ જોવા મળી રહ્થીયું છે
પ્આરાપ્ત વિગત પ્રમાણે ફરી એકવાર મુંબઈને આતંકી હુમલાથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જેમાં ધમકી આપનાર પોતાને તાલિબાન ગણાવ્યો છે , એક વ્યક્તિએ NIAને ધમકીભર્યો ઈમેલ કર્છેયો . જે બાદ હવે દેશના વિવિધ શહેરોને એલર્ટ કરવામાં આવ્યા છે. NIAના ઈમેલ આઈડી પર એક ધમકીભર્યો મેલ આવ્યો હતો જેમાં મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે.
જાણકારી અનુસાર ઈ-મેઈલ કરનારે પોતાની ઓળખ તાલિબાન તરીકે આપી હતી અને દાવો કર્યો હતો કે આ તાલિબાન સંગઠનના અગ્રણી નેતા સિરાજુદ્દીન હક્કાનીના આદેશ પર થવા જઈ રહ્યું છે. અહીં ધમકીનો પત્ર મળ્યા પછી, મુંબઈ પોલીસ વિભાગ એલર્ટ જોવા મળ્યું છે,સખ્ત પોલીસ બંદોબસ્ત વધારી દેવાયો છે.
હવે આ અંગે પોલીસ અને અન્ય એજન્સીઓ તપાસ કરી રહી છે અને ઈમેલ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો તે શોધવાનો પ્રયાસ કરી રહી છે. સાથે જ દેશના અલગ-અલગ શહેરોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દરેક સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે. ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ તકેદારી રાખવાનું શરૂ કરી દીધું છે. શહેર અને અન્ય શહેરોમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે મુંબઈમાં આતંકી હુમલાની ધમકી મળી હોય. આ પહેલા ગયા મહિને એટલે કે જાન્યુઆરી 2023માં પણ મુંબઈમાં આતંકી હુમલાની ધમકી મળી હતી.