Site icon Revoi.in

ચૂંટણી પહેલા પીએમ મોદીને જાનથી મારવાની ધમકી, વીડિયોમાં તલવાર લહેરાવતા શખ્સ સામે FIR

Social Share

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારવાની ધમકી આપવાના મામલે કર્ણાટકના એક શખ્સ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. મોહમ્મદ રસૂલે આ ધમકી સોશયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરેલ વીડિયો દ્વારા આપી છે. આ વીડિયોમાં આ શખ્સ તલવાર લહેરાવીને કહી રહ્યો હતો કે જો કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં આવશે, તો તે પીએમ મોદીને મોતને ઘાટ ઉતારી દેશે.

ન્યૂઝ એજન્સી એએનઆઈએ કર્ણાટકના યદગિરી પોલીસનના નિવેદનને ટાંકીને જણાવ્યું છે કે આ મામલામાં સુરપુર પોલીસ સ્ટેશનમાં મોહમ્મદ રસૂલ કદ્દરેની વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવી છે.

પોલીસ પ્રમાણે, આરોપીએ સોશયલ મીડિયા એકાઉન્ટ પર વીડિયો અપલોડ કર્યો હતો, તેમાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારવાની ધમકી આપી હતી. ઈન્ડિયન પીનલ કોડની કલમ-505(1)(બી) અને આર્મ્સ એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. સુરપુર પોલીસ તેના સિવાય આરોપીઓની શોધખોળમાં લાગેલી છે અને આના સંદર્ભે હૈદરાબાદ સહીત ઘણાં વિસ્તારોમાં દરોડા પડાય રહ્યા છે.

મોહમ્મદ રસૂલે ફેસબુક પર જે આઈડીથી ધમકીવાળો વીડિયો અપલોડ કર્યો હતો, તે પ્રોફાઈલનું વિવરણ એએનઆઈએ આપ્યું છે. ફેસબુક પર જે.ડી. રસૂલ નામથી તેનું એકાઉન્ટ છે, તેના પ્રમાણે તે હૈદરાબાદનો વતની છે અને હાલ ત્યાં રહે છે. તેણે રસૂલ નગરની સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.