- ઉદ્ઘાટનના દિવસે બે અકસ્માતો સર્જાયા હતા,
- ટ્રેલર બ્રિજ પર ખોટવાતા ટ્રાફિક જામ થયો,
- ટાયર ફાટતા કાર બાઈક સાથે અથડાતા બાઈકચાલક ઘવાયો
પાલનપુરઃ શહેરમાં નવ નિર્મિત થ્રિ લેગ એલિવેટેડ બ્રિજ પર ઉદઘાટનના 10 દિવસમાં ત્રણ અકસ્માતોના બનાવો બન્યા છે. જેમાં ઉદઘાટનના દિવસે જ અકસ્માતના બે બનાવો બન્યા હતા. ત્યારબાદ દારૂના નશામાં એક ટ્રેલરચાલકે ટ્રેલરને ગફલતરીતે ચલાવતા ટ્રેલર બ્રિજની વચ્ચોવચ બંધ પડી જતા દિવસભર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટના બાદ ગઈકાલે શનિવારે પૂરફાટ ઝડપે આવેલી કારનું ટાયર ફાટતા કાર બાઈક સાથે અથડાતા બાઈકસવારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પાલનપુર શહેરમાં નેશનલ હાઈવે પર કરોડોના ખર્ચે બનેલા થ્રી લેગ એલિવેટેડ બ્રિજ પર વારંવાર અકસ્માતો સર્જાય રહ્યા છે. ઉદઘાટનના દિવસે જ બે અકસ્માત સર્જાયા બાદ ગત બુધવારે ટ્રેલરનો ડ્રાઇવર દારૂ પીને વાહન હંકારતા વચ્ચોવચ ટ્રેલર બંધ પડી જતાં દિવસ પર ટ્રાફિક જામ રહ્યો હતો. ત્યારબાદ શનિવારે પુરઝડપે આવતી કારનું ટાયર ફાટતાં રાઈડરના બાઈક સાથે કાર ટકરાઇ હતી.
અમદાવાદથી 23 બાઇક રાઈડર શનિવારે 205 કિલોમીટર દૂર અંબાજી જવા નીકળ્યા હતા. જેઓ પાલનપુરમાં પહોંચતા નવા બનેલા થ્રી લેગ એલિવેટેડ બ્રિજ ઉપર સામેથી આવતી કારનું ટાયર ફાટતાં રેસલરના બાઇકને અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં રાઈડર ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પુલ ઉપર અકસ્માત અને નીચે એક બાજુનો સર્વિસ રોડ બંધ કરાતા આબુરોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, 23 બાઈક રાઈડરો અમદાવાદથી અંબાજી જવા નીકળ્યા હતા. જેઓ સવારે 9.15 કલાકે પાલનપુરમાં પહોંચતા નવીન બનેલા આરટીઓ બ્રિજ ઉપર ચડતા જ 29 વર્ષીય પ્રકાશકુમાર એમ.ડાભીનાં બાઈક અને સામેથી આવતી ગાડીનું ટાયર ફાટતાં ગાડી અંબાજી તરફ઼ જતા રાઈડરની બાઈકને ટક્કર મારતા ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રાઈડર પ્રકાશકુમાર ઘાયલ થયો હતો. જેને 108 દ્વારા સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પુલ ઉપર અકસ્માત અને નીચે એક બાજુનો સર્વિસ રોડ બંધ કરાતા આબુરોડ હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. જેથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.