- કોરોનાનો વધતો જતો ડર
- ઓમિક્રોન સબવેરિયન્ટ BF.7 ના નોંધાયો 3 કેસ
- સરકાર પણ કોરોનાને લઈને બની સતર્ક
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે જો કે ભારતની સ્થતિ તો નિયંત્રણમાં છે છે જો ચીનમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે ભારત સરકાર પણ એલર્ટ બની છે.ત્યારે હવે આજે બોલાવવામાં આવેલી બેઠકમાં કોરોનાને લઈને સતર્ક રહેવા અને ફરી કોરોનાનું પાલન કરવાની સૂચનાઓ અપાઈ છે ત્યારે આવી સ્થિતિમાં હવે દેશમાં ઓમિક્રોનના સબનેરિએન્ટના કેસો નોંધાતા ફરી ચિંતા વધી છે.
ચીનમાં કોરોનાની બગડતી સ્થિતિ માટે ઓમિક્રોનના સબવેરિયન્ટ BF.7ને ફરી એકવાર જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. તે જ સમયે, હવે ઓમિક્નારોન સબવેરિયન્ટ BF.7 ના ત્રણ કેસ ભારતમાં મળી આવ્યા છે. જે બાદ કેન્દ્ર સરકાર અને આરોગ્ય મંત્રાલય એલર્ટ થઈ ગયું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ભારતમાં BF.7 નો પ્રથમ કેસ ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા ઓક્ટોબરમાં શોધી કાઢવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં ગુજરાતમાં બે કેસ નોંધાયા છે જ્યારે ઓડિશામાંથી એક કેસ નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે ઓમિક્રોન ના સબ-વેરિયન્ટ BF.7 ના કેસ હાલમાં ચીનના ઘણા શહેરોમાં ઝડપથી વધી રહ્યા છે. તેના મોટાભાગના કેસ બેઇજિંગમાં સામે આવી રહ્યા છે. ચીનમાં BF.7 ની ઉચ્ચ સંક્રમણક્ષમતા પણ અગાઉના ચેપ અને સંભવતઃ રસીકરણથી ચીનની વસ્તીમાં રોગપ્રતિકારક શક્તિના નીચા સ્તરને આભારી હોઈ શકે છે.આ તાતમ બાબતોને જોઈને ભારત સરકાર પણ એલર્ટ બની છે.
ભારત સરકારે મંગળવારે તમામ રાજ્યોને કોરોના સેમ્પલના જીનોમ સિક્વન્સિંગ પર ધ્યાન આપવાનો નિર્દેશ આપ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, કોવિડ ઝીરો પોલિસી પાછી ખેંચી લીધા બાદ ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ બેકાબૂ છે. ઘણા અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે ચીનમાં હોસ્પિટલોની બહાર લાંબી લાઈનો છે.આ સ્થિતિને જોઈને ભારત પણ હવે મહત્વના પગલા લઈ રહ્યું છે .