- આજથી શરે શથે RBI MPCની બેઠક
- આ બેઠક ત્રણ દિવસી સુધી ચાલશે, 8 જૂને થેલ્લો દિવસ
દિલ્હીઃ આજરોજ 6 જૂનથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ની ત્રણ દિવસીય મોનેટરી પોલિસી કમિટી એટલે કે MPCની બેઠક શરુ થવા જઈ રહી છે જે 6 થી 8 જૂન સુધી ચાલશે, RBIએ છેલ્લી બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. ત્યારે આ બેઠક પર સૌ કોઈનું ધ્યાન છે.
તો બીજી તરફ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા નો અંદાજ છે કે જૂનની બેઠકમાં પણ રેપો રેટમાં કોઈ ફેરફાર નહી થઈ શકે,આ સાથે જ MPCના જે કઈ ર્નિણયો હશે તે બેઠકના છેલ્લા દિવસે એઠલે કે 8 જૂને જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ મે 2022 થી ફેબ્રુઆરી 2023 સુધી દરમાં 2.50 ટકાનો વધારો કર્યો છે. એપ્રિલમાં યોજાયેલી છેલ્લી બેઠકમાં રેપો રેટને 6.50 ટકા પર યથાવત રાખવામાં આવ્યો હતો જેમા કોઈજ ફેરફાર કરાયો ન હતો. ઉલ્લેખનીય છે કે નાણાકીય નીતિ દર બે મહિને મળે છે.
ત્યારે એસબીઆઈનું માનવું છે કે આ વખતે પણ રેપો રેટ યથાવત રાખવામાં આવી શકે છે. FY24 માટે ફુગાવાની આગાહી પણ ડાઉનગ્રેડ થઈ શકે છે. છેલ્લી બેઠકમાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, અર્થવ્યવસ્થામાં ચાલી રહેલી રિકવરી જાળવી રાખવા માટે અમે પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.
જો તેમણે તે સમયે એવી પણ જાહેરાત કરી હતી કે આગળ જતા જરુર પડશે તો આ ફેરફાર અમે કરીશું.ત્યારે હવે જોવું રહ્યું કે આરબહીઆઈ રેપો રેટ યથાવત રાખશે કે પછી તેમાં ફેરફાર કરાશે.