1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં વોટર સમ્પની મરામતને લીધે ભર ઉનાળે ત્રણ દિવસનો પાણી કાપ

રાજકોટમાં વોટર સમ્પની મરામતને લીધે ભર ઉનાળે ત્રણ દિવસનો પાણી કાપ

0
Social Share

રાજકોટઃ દર ઉનાળામાં રાજકોટ શહેરમાં પાણીની સમસ્યા ઉદભવતી હોય છે. જોકે નર્મદાના નીરને કારણે પાણીની સમસ્યા નહીવત બની ગઈ છે. જે સમસ્યા સર્જાઈ છે. તે કેટલાક લોકોને કારણે છે. કારણે કે, ઉનાળામાં પાણીનો બીન જરૂરી વેડફાટ, પાણીના નળ પર મોટર મુકીને ખેંચાતું પાણી, વગેરે સમસ્યાને લીધે લોકો સુધી પાણીનો પુરતો પુરવઠો પહોંચતો ન હોવાથી પાણીની સમસ્યા ઉદભવતી હોય છે. હાલ ત્રણ દિવસ શહેરમાં પાણી કાપ જાહેર કરાયો છે વોટર સમ્પની મરામતને લીધે પાણી કાપનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી ત્રણ દિવસ સુધી અડધા રાજકોટમાં પાણીકાપ ઝીંકી દેતાં લોકોમાં દેકારો બોલી જવા પામ્યો છે.

નર્મદા યોજના આધારિત ન્યારા ઑફ ટેક પરનો રો-વોટર સમ્પ સાફ કરવાનો હોવાને કારણે મ્યુનિ.કોર્પોરેશન  દ્વારા આ પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. મ્યુનિ.એ જાહેર કર્યા પ્રમાણે આજે બજરંગવાડી હેડવર્કસ હેઠળ આવતાં વોર્ડ નં.2 (પાર્ટ), વોર્ડ નં.3 (પાર્ટ)માં પાણીકાપ રહેશે. જ્યારે રૈયાધાર આધારિત ગાંધીગ્રામ અને 150 ફૂટ રિંગરોડ હેડ વર્કર્સ હેઠળ આવતાં વોર્ડ નં.1, 2 (પાર્ટ), 9 (પાર્ટ) અને 10 તેમજ રેલનગર હેડવર્કર્સમાં આવતાં વોર્ડ નં.3 (પાર્ટ), ચંદ્રેશનગર હેડવર્કર્સ હેઠળ આવતાં વોર્ડ નં.8 (પાર્ટ) ઈ 11 (પાર્ટ) અને 13 (પાર્ટ)માં ગુરૂવારે પાણી વિતરણ કરવામાં આવશે નહીં.

જ્યારે તા.29 એપ્રિલને શુક્રવારે બજરંગવાડી વોર્ડ નં.2 (પાર્ટ), 3 (પાર્ટ) તેમજ મવડી વોર્ડ નં.8 (પાર્ટ), 11 (પાર્ટ), 12 (પાર્ટ), 13 (પાર્ટ)માં પાણી વિતરણ પ્રભાવિત થનાર હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. મ્યુનિ.એ જે વોર્ડમાં પાણીકાપ જાહેર કર્યો છે તે તમામ વોર્ડના મળીને લોકોની સંખ્યા લાખો થવા જતી હોય ત્રણ દિવસ સુધી તેમણે પાણી માટે ટળવળવું પડશે.

શહેરમાં જે જે મુખ્ય વિસ્તારોમાં પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે તેમાં વોર્ડ નં.1માં રામેશ્વર પાર્ક (પાર્ટ-2), વિદ્યુનગર જજ બંગલો, આલાપ ગ્રીન સિટી, ગોવિંદનગર, ગોપાલનગર, ધરમનગર આવાસ યોજના, રવિ રેસિડેન્સી, ઋષિ વાટિકા, શાસ્ત્રીનગર સહિતના વિસ્તારો ઉપરાંત વોર્ડ નં.2માં રંગ ઉપવન સોસાયટી, છોટુનગર મફતિયાપરા, વોર્ડ નં.9માં મીરાનગર, શ્રીજી પાર્ક, સરસ્વતી પાર્ક, અંજની પાર્ક, હિરામણીનગર, વિતરાગ સોસાયટી, નેમીનાથ સોસાયટી, દીપક સોસાયટી સહિતના અનેક વિસ્તારો સમાવિષ્ટ છે. જ્યારે વોર્ડ નં.10માં જ્ઞાનજીવન સોસાયટી, જીવનનગર, અમી પાર્ક, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, આફ્રિકા કોલોની, નવીનનગર, પારસ સોસાયટી, તિરૂપતિનગર, રાવલનગર, જલારામ પ્લોટ-1 વોર્ડ નં.8માં નંદ કિશોર સોસાયટી, રાધાનગર, પટેલ પાર્ક, પૂર્ણિમા સોસાયટી, જયશક્તિ સોસાયટી, દાસીજીવણપરા, કરણ પાર્ક, વિદ્યુતનગર, ભક્તિધામ, દેવનગર, મેઘમાયાનગર, વોર્ડ નં.11માં માયાણીનગર પાર્ટ, વિશ્વનગર આવાસ યોજના, સિલ્વર હાઈટસ એપાર્ટમેન્ટ, વીરલ સોસાયટી, નહેરુનગર સોસાયટી, પટેલ પાર્ક, સરદારનગર, ચામુંડાનગર, અલ્કા સોસાયટી, વોર્ડ નં.2માં ગાયત્રીધામ સોસાયટી, મોચીનગર-1,2, અવંતીકા પાર્ક, શિવાનંદ પાર્ક, પૂજા પાર્ક, પુનીતનગર, બજરંગવાડી, રાજીવનગર, સંજયનગર, મોમીન સોસાયટી, વસુધા સોસાયટી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code