Site icon Revoi.in

સુરતમાં હીરાના કારખાનામાં છરીની અણીએ હીરાની લૂંટ કેસમાં ત્રણ હીરાઘસુ પકડાયા

Social Share

સુરતઃ ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી વ્યાપક મંદીનો દોર ચાલી રહ્યો છે. રત્નકલાકારો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. ત્યારે સુરતના એક હીરાના કારખાનાંમાં ત્રણ શખસોએ છરીની અણીએ બે કારીગરોને ઘમકાવીને રૂપિયા 80 હજારની કિંમતના 120 કેરેટ હીરા અને બે મોબાઈલફોનની લૂટ કરીને પલાયન થઈ ગયા હતા. દરમિયાન લૂંટ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે સીસીટીવી કેમેરાના કૂટેજ મેળવીને તપાસ કરતા આરોપીની ઓળખ કરીને ત્રણ શખસોને દબોચી લીધા હતા. આરોપી ત્રણેય શખસો હીરાઘસુઓ છે. કારખાનાના એક કારીગરે ટ્રીપ આપી હતી. તેથી લૂંટ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરમાં વરાછા મીની હીરા બજારમાં ચોથા માળે આવેલા કારખાનામાં મળસ્કે સાડા ત્રણ વાગ્યાના અરસામાં આવેલા ત્રણ શખસોએ બે કારીગરોને ચપ્પુની અણીએ ધમકાવી 80,000ના 120 કેરેટ રફ હીરા અને બે મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી. લૂંટારૂ ત્રણ શખસો  સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. લૂંટના બનાવની પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને સીસીટીવીના કૂટેજને આધારે લૂંટ ચલાવનારા ત્રણ યુવકોને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડયા હતા. આ ત્રણેય યુવકો રત્નકલાકાર જ નીકળ્યા અને છેલ્લા ત્રણ મહિનાથી બેકાર હોવાથી લૂંટ કરી હતી.

આ લૂંટના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  મૂળ રાજકોટ જેતપુરના ખારચીયા ગામના વતની અને સુરતમાં ઉત્રાણ યમુના ચોકના યમુના પેલેસમાં રહેતા 35 વષીય કૃણાલભાઈ પ્રવિણભાઈ ભુવા વરાછા મીની બજાર ઠાકોર દ્વાર સોસાયટી શ્રીહરિ બિલ્ડીંગના ચોથા માળે ઓફિસમાં દેવ ફોરપીના નામે હીરાનું કારખાનું ધરાવે છે તેમને ત્યાં બે ફોરથી મશીન ઉપર દિવસે સંદીપ અને રાતપાળીમાં હાર્દિક દિનેશભાઈ ભુવા અને રૂપેશ ભવાનભાઈ બારૈયા નોકરી કરે છે. ગતરાત્રે રાત પાળીમાં નોકરીએ આવેલા હાર્દિક અને રૂપેશ ખાતામાં કામ કરતા હતા ત્યારે મળસ્કે ત્રણ વાગ્યા આસપાસ બે અજાણ્યા શખ્સ મોઢા ઉપર રૂમાલ બાંધીને અંદર ઘુસી ગયા હતા. તે પૈકી એકે છરી બતાવી જે કંઈ હોય તે આપી દો હીરાનો માલ અને પૈસા તેમ કહેતા બંને ગભરાઈ ગયા હતા અને કશું બોલ્યા નહોતા. જેથી જેના હાથમાં છરી હતી તેણે રૂપેશના ગળા પાસે છરી રાખી દીધી હતી.તેણે જે કંઈ હીરાનો માલ કે પૈસા હોય તે આપી દો તેવું ફરી કહેતા 80 હજારની મત્તાના 120 કેરેટ હીરા તેમને આપી દીધા હતા. દરમિયાન મોઢા ઉપર રૂમાલ બાંધેલો અન્ય એક વ્યક્તિ હાથમાં છરી સાથે અંદર આવ્યો હતો અને ચાલો હવે બધું લઈ લીધું હોય તો તેમ કહેતા અગાઉ આવેલા બે પૈકી એકે બંને કારીગર પાસે તેમના મોબાઈલ ફોન માંગ્યા હતા અને તે લઈ ત્રણેય બહારથી દરવાજો બંધ કરી ભાગી ગયા હતા. કારીગરોએ દરવાજો ખખડાવતા બાજુના કારખાનવાળાએ દરવાજો ખોલ્યા બાદ બનાવ અંગે કૃણાલભાઈ ભુવાને મિત્ર મારફતે જાણ કરતા તે દોડી આવ્યા હતા. તેમણે ઓફિસ અને બિલ્ડીંગના સીસીટીવી કેમેરા જોયા તો તેમાં 20થી 25 વર્ષના ત્રણ અજાણ્યા પૈકી બે 3.34 કલાકે ઓફિસમાં પ્રવેશતા અને બાદમાં અન્ય એક પ્રવેશતો નજરે ચઢ્યો હતો. બનાવ અંગે કૃણાલભાઈએ વરાછા પોલીસને જાણ કરતા વરાછા પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને કૃણાલભાઈની ફરિયાદના આધારે લૂંટનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસે ત્રણેય લૂંટારુને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં એક હીરાઘસુ કારીગરની ટ્રીપથી અન્ય ત્રણ હીરા ઘસુ કારીગરોએ લૂંટ કરી હતી.

#SuratNews #DiamondWorkers #Heist #Robbery #CCTVFootage #UnemploymentCrisis #PoliceInvestigation #GujaratCrime #DiamondIndustry #UnemploymentImpact #SuratHeist #GujaratNews #CrimeAlert #JobCrisis #EconomicStruggles