રાજકોટઃ રાજ્યમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. રાજકોટના ઉપલેટા તાલુકાના મોટી પનેલી સીદસર રોડ પર કાર અને વાન વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. અને 10 વ્યક્તિઓને ઈજાઓ થતાં સારવાર માટે ઉપલેટાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. 108 એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પોલીસે અકસ્માતનો ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી-સીદસર રોડ પર કાર અને વાન વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે 10 લોકોને ઇજા પહોચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતનો ભોગ બનેલી કાર અને વાન બન્ને ફુલ સ્પીડમાં હતી, ચાલકની ગફલતને કારણે આ અકસ્માત સર્જાયો હતો.
સૂત્રોએ દુમાં જમાવ્યું હતું કે, મોટી પાનેલી-સીદસર રોડ પર મારૂતિ વાન કાર અને ક્રેટા કાર સામ-સામે અથડાતા અકસ્માત થયો હતો. જેમાં 10 જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ત્યારે આ અકસ્માતની જાણ થતા તુરંત 108ની ટીમ સાથે પાનેલી ગેલેક્સી ગ્રુપની એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે અને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલા મારૂતિ વાનના ચાલકનું ખાનગી હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આથી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી. જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્તોમાંથી અમુકને વધુ સારવાર માટે જામનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા.