બાલાસિનોરઃ મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં હાઇવે રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યા હતા. શહેરના બસ સ્ટેશન નજીક રોડ પરથી પસાર થતી એક માલવાહક ટ્રક અને બાઈકનો અકસ્માત સર્જાયો હતો, અકસ્માતને પગલે લોકોના ટોળાં એકત્ર થયાં હતા. દરમિયાન ટ્રકચાલક ટ્રક મુકીને ફરાર થઈ ગયા હતો. પોલીસે ઘટના સ્થળે દોડી જઈને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે મહિસાગરના બાલાસિનોરમાં ટ્રક અને બાઈક ધડાકાભેર અથડાયા હતા. જેમાં ટ્રક નીચે બાઇક આવી જતાં બાઇક સવાર પતિ-પત્ની અને તેમના એક ત્રણ વર્ષના બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બાઈક પર સવાર એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી ગમગીની વ્યાપી ગઈ હતી. આ ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, મહિસાગરના બાલાસિનોરમાં ટ્રક અને બાઈક ધડાકાભેર અથડાયા હતા. જેમાં ટ્રકનું ટાયર બાઈક પર સવાર એક જ પરિવારના ત્રણ લોકો પર ફરી વળતા મોતને ભેટ્યા હતા. આ અકસ્માતનો ભોગ બનેલો પરિવાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના થેડકા ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બન્યા બાદ ટ્રક ચાલક સ્થળ પર જ ટ્રક મૂકીને ફરાર થઇ ગયો છે. પરંતુ એક જ પરિવારના ત્રણ લોકો ભોગ બનતા ટોળેટોળા ઉમટ્યા હતા. ત્યારબાદ ઘટનાની જાણકારી પોલીસને કરવામાં આવી હતી. ત્યારે બાલાસિનોર પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર બનાવ અંગેની તપાસ હાથ ધરી છે અને ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે બાલાસિનોરની સરકારી હોસ્પિટલમાં મોકલાયા હતા.