- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 2.8 લાખ સ્ટૂડન્ટ્સના ભાવિ અધરતાલ
- સરકારનો દાવો, યુજીસીએ બહારના કોર્સિસને ગેરમાન્ય ઘોષિત કર્યા નથી
- યુજીસી ચેરમેન ડી. પી. સિંહે કહ્યુ, મામલાની ઝીણવટભરી તપાસ થઈ રહી છે
ગુજરાતમાં રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 2.8 લાખ સ્ટૂડન્ટ્સના ભવિષ્ય અધરમાં લટકી ગયા છે. જાણકારી પ્રમાણે સરકારનો દાવો છે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને બહારના કોર્સિસને ગેરમાન્ય ઘોષિત કર્યા નથી, જ્યારે પંચના ચેરમેન ડી. પી. સિંહે કહ્યુ છે કે મામલાની ઝીણવટભરી તપાસ થઈ રહી છે. બે દિવસીય રાષ્ટ્રીય કુલપતિ સંમેલનમાંમુખ્ય અતિથિ તરીકે ભાગ લેવા ગુજરાત વિદ્યાપીઠ પહોંચેલા ડી. પી. સિંહે યુનિવર્સિટી પર પુછવામાં વેલા સવાલોના જવાબમાં કહ્યુ કે યુનિવર્સિટીઓ દ્વારા સંચાલિત બહારી કાર્યક્રમોના મુદ્દે ગુજરાતમાં અમારા ધ્યાન પર લાવવામાં આવ્યા હતા. મારે તેની વિસ્તારપૂર્વક તપાસ કરવી પડશે અને સ્ટૂડન્ટ્સના ભવિષ્યને ધ્યાનમાં રાખતા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. હું કાયદાકીય રીતે વધુ વ્યાપકપણે મામલાની તપાસ કર્યા બાદ ટીપ્પણી કરી શકીશ.
જો કે ડી. પી. સિંહે કહ્યુ છે કે તેમને જણાવવામાં આવ્યું છે કે આ યુનિવર્સિટી તેમની પ્રક્રિયાઓ અથવા અધ્યાદેશ હેઠળ અભ્યાસક્રમ ચલાવી રહી છે, તેમને આની સંપૂર્ણ તપાસ કરવી પડશે. તેમણે કહ્યુ છે કે યુજીસી એક માપદંડ નક્કી કરવા માટે નિશ્ચિત નિયમ-કાયદા બનાવે છે. એ નક્કી કરવામાં આવ્યું છે કે ડિગ્રીનું નામકરણ શું થવું જોઈએ, પરંતુ અભ્યાસક્રમનું નિર્ધારણ યુનિવર્સિટીઓ દ્વારા અધ્યાદેશ પ્રમાણે અને એકેડેમિક પરિષદ પાસેથી અનુમોદન બાદ કરી શકાય છે. મને જણાવવામાં આવ્યું છે કે તેઓ તેને પોતાના પ્રમાણે ચલાવી રહ્યા છે, પરંતુ મારે આની તપાસ કરવી પડશે. મહત્વપૂર્ણ છે કે 2015થી અત્યાર સુધી 2.8 લાખથી વધારે સ્ટૂડન્ટ્સને બહારી અભ્યાસક્રમમાં ડિગ્રીઓ આપવામાં આવી છે.
ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રવિવારે સાંજે પંચના ચેરમેન ડી. પી. સિંહ સાથે મુલાકાત કરી અને યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેઠાની અને મુખ્ય સચિવ અંજૂ શર્માએ ગુજરાત વિદ્યાપીઠમાં યુજીસીના અધ્યક્ષ સાથે બેઠક કરી હતી. બેઠકમાં યુનિવર્સિટીના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ પ્રતાપસિંહ ચૌહાન પણ હાજર હતા.
ધ ઈન્ડિયન એક્સપ્રેસે
મુખ્ય શિક્ષણ સચિવ અંજૂ શર્માને ટાંકીને અહેવાલમાં જણાવ્યુ છે કે તેમણે યુજીસીને
એવો કોઈ નિર્દેશ જાહેર કર્યો નથી, પરંતુ જો તેમને કેટલીક અનિયમિતતાઓ મળી છે, તો તે
યુનિવર્સિટીને સૂચિત કરશે.