Site icon Revoi.in

પાલનપુરમાં કાલે ગુરૂવારે થ્રી લેગ એલિવેટર બ્રિજનું કરાશે લોકાર્પણ

Social Share

પાલનપુરઃ શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવેને લીધે થતી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે દેશનો બીજો અને ગુજરાતનો પ્રથમ થ્રી લેગ એલિવેટર બ્રિજનું નિર્માણ કરાયું છે. આ નવનિર્મિત થ્રી લેગ એલિવેટર બ્રિજનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આવતી કાલ તા, 12મી સપ્ટેમ્બરને ગુરૂવારના રોજ કરાશે.

પાલનપુરમાં જમીનથી 17 ફૂટ ઊંચો ભારતનો બીજો થ્રી લેગ એલિવેટેડ આરટીઓ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. માર્ગ પરિવહન રાજમાર્ગ મંત્રાલય અને ભારત સરકારના સહયોગથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58 અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 પર એલ.સી 165 પર 89.10 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. થ્રી લેગ એલિવેટર બ્રિજનું આવતી કાલે 12 સપ્ટેમ્બરને ભાદરવી પૂનમના દિવસે લોકાર્પણ કરવામાં આવશે.  જીપી ચૌધરી કન્સ્ટ્રક્શન કંપનીને આ બ્રિજનું કામ સોંપવામાં આવ્યું હતું.  ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા આ નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ સમયે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા ધારાસભ્ય અનિકેત ઠાકર સહિતના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકો માટે બ્રિજને ખુલ્લો મૂકવામાં આવશે. થ્રી લેગ એલિવેટર બ્રિજને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યો છે. પાલનપુરના લોકો માટે હાલ આ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

ગુજરાતનાં પહેલાં થ્રી લેગ એલિવેટેડ બ્રિજ પર પાલનપુર અને આબુરોડ તરફ 1700 મીટર લંબાઈના લેગ બનાવવામાં આવ્યા છે, જયારે પાલનપુર અને આબુરોડ તરફ બે લાઈન અને અંબાજી તરફ ફોરલાઇન લેગ બનાવવામાં આવ્યા છે. આ આખો બ્રિજ 79 પિલર પર ઉભો છે. જેમાં 84 મીટરના ઘેરાવોનું સર્કલ સેલ્ફ પોઈન્ટ બનાવવામાં આવ્યુ છે. આ બ્રિજમાં કુલ 180 ગડર કોંક્રિટના છે અને 32 ગડર સ્ટીલના લગાવવામાં આવ્યા છે. પેરાપીડ સાથે આ બ્રિજની ઊંચાઈ 18 મીટર છે.