Site icon Revoi.in

આઝાદ ભારતની રાજનીતિને બદલનારી ત્રણ ભૂલો, જાણો ઈન્દિરા, રાજીવ, અટલ-અડવાણીએ શું કરી હતી ભૂલ?

Social Share

નવી દિલ્હી: મોટા માણસોની નાની ભૂલો પણ ઘણી મોટી સાબિત થતી હોય છે. આવી જ કેટલીક ભૂલોની વાત કરવી છે. આ ભૂલો ભારતના વડાપ્રધાન રહી ચુકેલા વ્યક્તિઓ દ્વારા થઈ છે. જેના કારણે સ્વતંત્ર ભારતની રાજનીતિમાં ધડમૂળથી પરિવર્તનો પણ જોવા મળ્યા છે. આ એવા પરિવર્તનો હતા કે જેણે ભારતની રાજનીતિને ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ લઈ જવાનું કામ કર્યું છે.

એ ત્રણ ભૂલો, જેણે બદલી ભારતની રાજનીતિ –

સમયના હિસાબથી સૌથી પહેલી ભૂલ ઈન્દિરા ગાંધી દ્વારા કટોકટીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને નિશાન બનાવવાની હતી. આરએસએસના હજારો સ્વયંસેવકોને જેલમાં નાખવામાં આવ્યા હતા. આમાના મોટાભાગના લોકો ગુમનામ પ્રકારના હતા. આ લોકો જનસંઘના ત્યારે જેલમાં બંધ નેતાઓથી અલગ હતા

બીજી ભૂલ 1989માં રાજીવ ગાંધીએ કરી હતી. ત્યારે કોંગ્રેસને 197 બેઠકો મળી હતી. તેમ છતાં રાજીવ ગાંધીએ કહ્યુ હતુ કે જનાદેશ તેમની વિરુદ્ધ છે અને તેઓ તેનું સમ્માન કરશે. કોંગ્રેસ પાર્ટી 1989ની ચૂંટણીમાં લોકસભામાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હતી.

તો ત્રીજી ભૂલ, અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીએ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારે બહુમતીથી ચૂંટણી જીતવાના ઉત્સાહમાં 2004માં લોકસભાની ચૂંટણી 6 માસ વહેલી કરાવી હતી.