- ફ્રાંસે વધુ ત્રણ રાફેલ વિમાન ભારત માટે રવાના કર્યા
- ફ્રાંસ સ્થિત ભારતીય દુતાવાસે ટ્વિટ કરીને માહિતી આપી
- આ છઠ્ઠઓ જથ્થો ભારત આવશે,
- આ 3 રાફેલ સાથે કુલ 21 રાફેલની હાજરી સેનામાં
નવી દિલ્હી: ફ્રાન્સથી ત્રણ અન્ય લડાકુ વિમાન રફેલનો છઠ્ઠો જથ્થો ભારત માટે બુધવારે રવાના કરવામાં આવ્યો હતો. ફ્રાન્સ સ્થિત ભારતીય દૂતાવાસે આ સમગ્ર બાબતે માહિતી આપી છે, આ ત્રણ વિમાન ભારતીય વાયુસેનાના રાફેલ વિમાનના બીજા સ્ક્વોડ્રોનનો ભાગ હશે.
ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, “રાફેલ ફાઇટર એરક્રાફ્ટનો જથ્થો આજે ફ્રાન્સથી ભારત માટે રવાના થયો.” અમે પાઇલટ્સની સલામત યાત્રાની શુભેચ્છા પાઠવીએ છીએ. ” નવા ત્રણ રાફેલ વિમાનો ભારત પહોંચ્યા પછી ભારતીય વિમાન સૈન્યની પાસે હવે આ વિમાનોની સંખ્યા 21 થઈ જશે.
રફાલ લડાકુ વિમાનોનું નવા સ્ક્વોડ્રોનનું ઠેકાણું પશ્ચિમ બંગાળના હસિમારા એરફોર્સ બેઝ પર સ્થિત હશે. રાફેલનો પહેલો સ્કવોડ્રોન અંબાલા એરફોર્સ સ્ટેશન પર છે. એક સ્કવોડ્રોનમાં 18 વિમાનોનો સમાવેશ થતો હોય છે. ભારતે ફ્રાન્સ સાથે 2016 માં 36 રાફેલ લડાકુ વિમાનો ખરીદવા માટેના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા.
એપ્રિલ મહિનાની શરૂઆતમાં, વાયુસેનાએ કહ્યું હતું કે રાફેલ એરક્રાફ્ટનું પાંચમો જથ્થો ફ્રાન્સથી આશરે આઠ હજાર કિલોમીટરનું અંતર કાપીને ભારત પહોંચ્યું હતું. વાયુસેનાએ ભારત પહોંચેલા વિમાનોની સંખ્યા જણાવી ન હતી, પરંતુ આ બાબત સાથે સંકળાયેલા લોકોએ કહ્યું હતું કે નવી કન્સાઇનમેન્ટમાં ચાર વિમાન ભારતમાં આવ્યા છે. વાયુસેનાએ જણાવ્યું હતું કે ફ્રાંસ અને સંયુક્ત આરબ અમીરાતની વાયુસેનાએ આ યાત્રા દરમિયાન વિમાનને બળતણ પૂરું પાડ્યું.